મુંબઈ, 6 ઓગસ્ટ
હોરર ફિલ્મ 'રાજ 3' 7મી સપ્ટેમ્બરનાં રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં પણ 3ડી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નિર્દેશક વિક્રમ ભટ્ટનાં મતે આ ફિલ્મ પહેલી રાજ ફિલ્મની સિક્વલ કરતાં વધુ ડરાવે તેવી છે. આ ફિલ્મનાં દ્રશ્યો જોતાં દર્શકો પોતાની આંખો બંધ કરી દેશે, તેવું પણ તેમણે કહ્યું હતું.
આ ફિલ્મમાં એક દ્રશ્યમાં એશા ગુપ્તા પર એકસાથે 800થી વધુ કોકરોઝ (વંદા) હુમલો કરે છે. હકીકતમાં આ દ્રશ્ય ભજવતી વખતે એશા ગુપ્તા એટલી બધી ડરી ગઈ હતી કે, તે પોતાના કપડાં કાઢીને સેટ પર જ ભાગવા લાગી હતી. આ ફિલ્મનું શુટિંગ ફોક્સ સ્ટાર સ્ટુડિયોમાં કરવામાં આવ્યું છે. અત્યાર સુધી જેટલી પણ હિન્દી ફિલ્મો બની છે, તેમાં માત્ર 3ડી ઈફેક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે આ ફિલ્મને 3ડીમાં જ શુટ કરવામાં આવી છે.
વિક્રમ ભટ્ટે જણાવે છે કે, 'તેઓ 3ડી ટેક્નોલોજીને સારી રીતે જાણે છે. 3ડી ફિલ્મનાં દ્રશ્યો એવાં હોવાં જોઈએ જેનાથી દર્શકને પણ તે ઘટનાનો અહેસાસ થાય. આ ફિલ્મમાં 3ડી ઈફેક્ટ આપવા માટે હોલિવૂડનાં જો હોગને બોલાવવામાં આવ્યાં હતાં, જેમણે 'અવતાર' ફિલ્મમાં કામ કર્યું હતું. એશા ગુપ્તાનાં કોકરોઝનાં સીનમાં 3ડી ઈફેક્ટથી 800 વંદા બનાવવામાં આવ્યાં છે, જેથી આ સીન તમને જોવામાં ખૂબ જ આઈકોનિક લાગી શકે છે.'