નવી દિલ્હી 7, સપ્ટેમ્બર
પાંચ વર્ષ પહેલા સાત ફેરા ફરી જે પત્નીને પોતાના ઘરની શોભા બનાવી પોતાના ઘરે લાવ્યો હતો, તેની જ બ્લૂ ફિલ્મ બનાવી નાખી. આટલું જ નહી તેણે ડાયરીમાં પોતાના કેટલીએ છોકરીઓ સાથેના આડા સબંધો વિશેની માહિતી પણ ખુલ્લી પાડી દીધી. જ્યારે ડાયરી પત્નીના હાથ લાગી ત્યારે બધો ભાંડો બહાર આવી ગયો. પત્નીએ પતિના મોબાઈલમાંથી વિડિયો ક્લિપ નીકાળી નાખી. હવે પત્ની છૂટાછેડા માંગે છે. તેની ફરીયાદ બાદ એસએસપીના આદેશથી મહિલા પોલીસ સ્ટેશનમાં આ અંગે તપાસ ચાલી રહી છે.
શીલા (નામ બદલેલ છે) ગાઝીયાબાદમાં સેક્ટર-23માં રાજનગરમાં રહે છે. તેના લગ્ન 19 જૂન, 2007માં ગુડગાંવ નિવાસી સંજય સાથે થયા હતા. સંજયે ઈંટર મિડિએટ કર્યું છે, જ્યારે શીલા એમસીએ કરે છે. સાથે તે પ્રાઈવેટ કંપનીમાં જોબ પણ કરે છે. શીલાનું કહેવું છે કે થોડા દિવસ પહેલા તે પોતાના પતિ સાથે રાજસ્થાન ગઈ હતી. ત્યાં પતિએ તેને વોડકામાં કઈંક નશાવાળો પદાર્થ ભેળવી પીવરાવ્યો, જેનાથી તેને નશો ચઢી ગયો. ત્યારબાદ તેના પતિએ તેની બ્યૂ ફિલ્મ બનાવી.