સપ્તાહનું રાશિફળ - ભૂપેન્દ્ર ધોળકિયા
મેષ અ.લ.ઈ.
આરોગ્ય જળવાઈ રહે. છતાં માનસિક થાક અનુભવાય. નોકરી-વ્યવસાયમાં અનુકૂળતા વધે. ઉપરી અધિકારી તરફથી સાથ-સહકાર- માર્ગદર્શન મળે. કારકિર્દી ક્ષેત્રે મહેનત ઊગી નીકળશે. હાલમાં કૌટુંબિક તથા સામાજિક કાર્યોમાં ધીરજ રાખવી જરૂરી છે. નાણાકીય બાબતે શુભ ફળદાયી સમય ગણાય. બચત વધારીને નવીન આયોજન થઈ શકે.
શુભ રંગ : લાલ-ગુલાબી.
વૃષભ બ.વ.ઉ.
આરોગ્ય એકંદરે સારું રહે. પ્રવાસમાં સાચવવું. કૌટુંબિક ક્ષેત્રે અનુકૂળતા રહે. સામાજિક બાબતે માન-સન્માન મળે. નોકરી-વ્યવસાયમાં કાળજી રાખવી. નાનાં પરિવર્તનો આવી શકે. સંતાન કે જીવનસાથીની પ્રગતિ અંગે આયોજન થઈ શકે. નાણાકીય બાબતે સારો સમય. ધનખર્ચમાં સંયમ રાખવો.
શુભ રંગ : સફેદ.
મિથુન ક.છ.ઘ.
આરોગ્ય સારું રહે. ઉત્સાહમાં વધારો થાય. નોકરી-વ્યવસાય ક્ષેત્રે નવીન આયોજનમાં આગળ વધી શકાય. કૌટુંબિક-સામાજિક બાબતે ધીરજથી સફળતા મળે. આવકમાં વધારો થાય. ધનખર્ચમાં કાળજી રાખીને બચત વધારી શકાય. પરદેશગમન અંગેના પ્રયત્નોમાં અનુકૂળતા વધે. હરીફોથી સાચવવું.
શુભ રંગ : લેમન.
કર્ક ડ.હ.
આરોગ્ય નરમગરમ રહે. પાણીના ઉપયોગ બાબતે સાચવવું. ઉચ્ચ અભ્યાસ- નોકરી અંગેના પ્રયત્નોમાં સફળતા મળે. સ્પર્ધાત્મક પરીક્ષામાં મહેનત વધારવી પડશે. સામાજિક કાર્યોમાં વ્યવહારુ બનવાની સલાહ છે. નાણાકીય આયોજનમાં કાળજી રાખવી. બચત વધારવી જરૂરી છે. હમણાં સ્થાવર સંપત્તિ બાબતે ઉતાવળ કરવી નહીં.
શુભ રંગ : સિલ્વર.
સિંહ મ.ટ.
આરોગ્ય જળવાઈ રહે. છતાં માનસિક થાક અનુભવાય. કૌટુંબિક તથા સામાજિક કાર્યોમાં ધીરજપૂર્વક પ્રયત્નો કરવાથી સફળતા મળે. નોકરી-વ્યવસાયમાં અનુકૂળતા રહે. વાદ-વિવાદથી દૂર રહેવું. નાણાકીય બાબતે અનુકૂળ સમય ગણાય. નવીન આયોજન-ધનખર્ચમાં કાળજી રાખીને આગળ વધવું. પરદેશથી શુભ સમાચાર મળે.
શુભ રંગ : ગોલ્ડન.
કન્યા પ.ઠ.ણ.
આરોગ્ય એકંદરે સારું રહેશે. સાત્ત્વિક વાંચનથી મનોબળ વધારી શકાય. સામાજિક ક્ષેત્રે અનુકૂળતામાં વધારો થાય. નોકરી-વ્યવસાયમાં નાના ફેરફારની શક્યતા છે. કામકાજનો પ્રકાર બદલાય. આર્થિક કાર્યોમાં સાચવવું. ધનખર્ચ બાબતે આયોજન કરવું જરૂરી છે. સંતાન કે જીવનસાથીની પ્રગતિ અંગે શુભ સમાચાર મળે. શુભ રંગ : લીલો.
તુલા ર.ત.
આરોગ્ય નરમગરમ રહે. ગરમીના દર્દો બાબતે સાચવવું. કૌટુંબિક તથા સામાજિક કાર્યોમાં ધીરજ રાખવી. નોકરી-વ્યવસાય ક્ષેત્રે મહેનતનું શુભ ફળ મળે. ઉચ્ચ અભ્યાસ કે કારકિર્દીમાં અનુકૂળતા રહે. નાણાકીય બાબતે ક્ષણિક અવરોધની શક્યતા. બચત વપરાઈ જાય નહીં તેની કાળજી રાખવી. સંતાન કે જીવનસાથીની પ્રગતિ અંગેનું આયોજન આગળ વધે. શુભ રંગ : સફેદ-ક્રીમ.
વૃષિક ન.ય.
આરોગ્ય સારું રહે. ખોરાકમાં કાળજી રાખવી. કૌટુંબિક કાર્યોમાં ધીરજ રાખવી. સામાજિક બાબતે સફળતા મળે. નોકરી-વ્યવસાયમાં મહેનત ઊગી નીકળશે. હરીફોથી સાચવીને યોગ્ય દિશામાં મહેનત વધારવી જરૂરી છે. આર્થિક અનુકૂળતા રહે. બચતનું આયોજન કરવાની સલાહ છે. પરદેશગમન અંગેના પ્રયત્નોમાં ધીરજ રાખવી. શુભ રંગ : લાલ.
ધન ભ.ફ.ઢ.ધ
આરોગ્ય જળવાઈ રહેશે. પાણીના ઉપયોગમાં કાળજી રાખવી. નોકરી-વ્યવસાયમાં પ્રગતિ સૂચક સમય ગણાય. નવીન આયોજન આગળ વધે. કૌટુંબિક-સામાજિક કાર્યોમાં ધીરજપૂર્વક પ્રયત્નો વધારવાની સલાહ છે. આર્થિક બાબતે શુભ સમય રહે. ધનખર્ચ બાબતે સંયમ રાખીને બચત વધારવાની સલાહ છે. નવીન આયોજન વિચારી શકાય. શુભ રંગ : પીળો.
મકર ખ.જ.
આરોગ્ય સાચવવું. સાંધા-અસ્થિતંત્ર બાબતે કાળજી રાખવી. કૌટુંબિક-સામાજિક ક્ષેત્રે તમારી મહેનતનું શુભ ફળ મળે. નોકરી-કારકિર્દી ક્ષેત્રે સાધારણ ફેરફારની શક્યતા રહે. વાદ-વિવાદથી સાચવવું. આર્થિક બાબતે અનુકૂળતા વધે. ધનખર્ચમાં કાળજી રાખવી. પરદેશથી શુભ સમાચાર મળે. અગાઉ કરેલી મહેનતના સારા પરિણામ જોવા મળે. શુભ રંગ : સ્કાય બ્લ્યૂ.
કુંભ ગ.શ.સ
આરોગ્ય નરમગરમ રહે. માનસિક થાક અનુભવાય. કૌટુંબિક ક્ષેત્રે ઉદાર વલણ અપનાવવું. સામાજિક ક્ષેત્રે સફળતા મળે. નોકરી-વ્યવસાયમાં માન-સન્માન મળે. સફળતાના શુભ યોગ બને છે. આવકમાં સુધારો થાય તેનો લાભ લઈને બચત વધારવી જરૂરી છે. નવીન આયોજન માટે ઉતવાળ કરવી નહીં. હરીફોથી સાચવવું. શુભ રંગ : નેવી બ્લ્યૂ.
મીન દ.ચ.ઝ.થ
આરોગ્ય જળવાઈ રહે. સાત્ત્વિક વાંચન વધારીને મનોબળ કેળવવાની જરૂર છે. કૌટુંબિક તથા સામાજિક કાર્યોમાં વિલંબથી સફળતા મળે. નોકરી-કારકિર્દી ક્ષેત્રે વધુ મહેનત કરવાની સલાહ છે. સંતાન કે જીવનસાથીની પ્રગતિ બાબતે શુભ સમાચાર મળે. ધનખર્ચમાં કાળજી રાખવી. આર્થિક બાબતે મધ્યમ સમય. નવીન રોકાણને બદલે બચત જાળવી રાખવી.
શુભ રંગ : આછો પીળો.