Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 03:14:46 PM IST
 

ધનુષ અને સોનમ કપૂર : Sweet 17

Sep 07, 2012 Supplements > City Life
 
comment     E-Mail     Print    
 
Viewed: 432
Rate: 0
Rating:
Bookmark The Article

મુંબઈ : ૭ સપ્ટેમ્બર ૨૦૧૨

શાળાનાં ૧૭ વર્ષનાં બાળકોનો રોલ કરવો ખરેખર મજાની વાત છે. સોનમ કપૂર (૨૭) અને ધનુષ (૨૯) આનંદ રાયની 'રાંઝણા'નું વારાણસીમાં શૂટિંગ કરી રહ્યાં છે. વારાણસીનાં લોકોએ અન્ય ફિલ્મોનાં શૂટિંગ દરમિયાન થતી ભીડભાડ અને ગેરવ્યવસ્થાથી આ શૂટિંગને બાકાત રાખ્યું છે, કારણ કે ત્યાંનાં લોકો હજુ સુધી ફેશનિસ્ટા સોનમ કપૂર કોલાવરી ડી... ફેમ ધનુષને તેમના સ્કૂલ યુનિફોર્મમાં ઓળખી શક્યાં નથી. આ ફિલ્મના ડિરેક્ટર રાય કહે છે કે, 'આ ફિલ્મનાં શૂટિંગના શરૂઆતના દિવસો ખરેખર મજાના રહ્યા હતા. સોનમ અને ધનુષ તેમના કેરેક્ટરમાં એટલાં બધાં ખોવાઇ ગયાં હતાં કે લોકો તેમને ઓળખી શકતાં નહોતાં.' ધનુષ અને સોનમે માત્ર શાળાનાં બાળકોની માફક એક્ટિંગ કરી હતી એટલું જ નહીં તેઓ ૧૭ વર્ષનાં બાળકો જે બુક્સ વાંચતાં હોય તેવાં પુસ્તકો પણ વાંચ્યાં હતાં. ધનુષ અને સોનમના આ નવા અવતારના કારણે તેઓ વારાણસીની ગલીઓમાં બેફિકર ફરી શકે છે અને બજારનું ફૂડ નિરાંતે ખાઇ શકે છે. સોનમે અહીં બનારસનાં પાનની પણ લહેજત માણી હતી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com