નવી દિલ્હી, તા. 08
બદલાતી જીવનશૈલી અને તણાવથી ભરેલ જિંદગીમાં ક્યારે ડિપ્રેશનથી ઘેરાઈ જવાય છે તેની આપણને ખબર નથી હોતી. ડિપ્રેશનને આપણે એક રોગની નજરે જોઈએ ત્યારે આપણી માટે ડિપ્રેશનથી બચવું એક મોટો પડકાર બની જાય છે. આવામાં આયુર્વેદમાં ડિપ્રેશનથી છૂટકારો મેળવવા માટે અસરકારક સારવાર શક્ય છે. આ વાતની જાણકારી ખૂબ ઓછા લોકોને હશે.
ડિપ્રેશન શું છે ?
આ અંગે આયુર્વેદિક તબીબ ડૉ. આકાશ પરમારનું માનવું છે કે, ડિપ્રેશનને માનસિક રોગની શ્રેણીમાં રાખી શકાય છે. આની પાછળ ઘણાં કારણો હોઈ શકે છે, જેમ કે ખૂબ તણાવ, લાંબા સમય સુધી કોઈ રોગ, નબળાઈ, ખૂબ દવાનું સેવન, વાત દોષ વગેરે ગણી શકાય છે.
આયુર્વેદમાં સારવાર
આયુર્વેદમાં ડિપ્રેશનની સારવાર માટે કુલ ત્રણ વાતોને ધ્યાનમાં રાખીને કરાય છે. પ્રથમ ડિપ્રેશનગ્રસ્ત વ્યક્તિને તેની શક્તિ અને ક્ષમતાનો બોધ કરાવવો, બીજી- વ્યકિત જે જોઈ અને સમજી રહી છે તે વાસ્તવમાં છે કે નહીં તેનો બોધ કરાવવો તેમજ તેની સ્મુતિને મજબૂત કરાવવી. જેનાથી તેનું મનોબળ વધે અને ડિપ્રેશન દૂર થાય.
આ દવાઓ છે કારગર
આયુર્વેદમાં ડિપ્રેશનની સારવાર માટે દવાઓ અને બ્રેઈન ટોનિક્સને કોઈ તબીબના પરામર્શથી લેવામાં આવે તો દૂર કરી શકાય છે. બ્રાહ્યી, મંડૂક, પુષ્પી, સ્વર્ણ ભસ્મથી મસ્તિષ્કને બળ મળે છે, અને મનને શાંતિ મળે છે.
ખાનપાનમાં ફેરફાર
આયુર્વેદમાં ડિપ્રેશન દૂર કરવા માટે ખાનપાનમાં ફેરફાર કરવા પર ભાર આપવામાં આવે છે. ડૉ. આકાશ અનુસાર રોગીઓને હલ્કું અને સુપાચ્ય ભોજન ખવડાવવું જોઈએ. દહીં અને ખાટી ચીજોથી પરેજી કરવી જરૂરી છે. આ સિવાય માંસહાર, અડદની દાળ, ચણાની દાળનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે.
પંચકર્મ અને ડિપ્રેશન
પંચકર્મથી ડિપ્રેશનની સારવારમાં મદદ મળે છે. શિરોધારા, શિરોબસ્તી શિરો અભ્યંગ અને નસ્ય જેવા પંચકર્મ ડિપ્રેશનથી મુક્તિ અપાવવામાં મદદગાર છે પરંતુ તેને કોઈ ટ્રેઈન નિષ્ણાતના પરામર્શથી કરવી ઠીક છે.
મસાજ પણ છે લાભદાયક
ડિપ્રેશનથી મુક્તિ મેળવવા માટે આયુર્વેદમાં મસાજ થેરાપીનો સહારો લેતા હોય છે. ચંદનબલા, લાચ્છાદિ તેલ બ્રાહ્યી તેલ, અશ્વગંધા બલા તેલ વગેરેથી મસાજની સલાહ અપાય છે. જે તણાવને દૂર કરે છે અને ડિપ્રેશનથી મુક્તિ અપાવે છે.
( સંબંધિત સમાચાર માટે નીચેની લિંક પર કરો ક્લિક... )
આ ન્યૂઝ પર પણ કરો નજર:
સૂતા સમયે શ્વાસ લેવામાં પડતી તકલીફ ડિપ્રેશનનું કારણ:અભ્યાસ
એકલાં રહેનારને ડિપ્રેશનનું જોખમ:અભ્યાસ
ઉંમર વધવાની સાથે ઉંઘમાં પણ ગાઢ વધારો થતો જાય છે: અભ્યાસ
વધુ પડતું ટીવી જોવાથી ડિપ્રેશનનું જોખમ વધે છે
ઝડપથી ચાલવાથી ડિપ્રેશન દૂર થઈ શકે છે
આવી મહિલાઓ, પુરુષો માટે થતી હોય છે ઉત્તમ સાબિત!