Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 10:41:57 PM IST
 

'રાઝ-૩' ભટ્ટ કેમ્પની સૌથી મોંઘી ફિલ્મ

Sep 08, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Raaz-3 Bollywood Bhatt camp Film comment     E-Mail     Print    
 
Viewed: 5149
Rate: 3.7
Rating:
Bookmark The Article

મુંબઈ, તા. 08

જાણીતા ફિલ્મનિર્માતા મુકેશ ભટ્ટે કહ્યું છે કે 'રાઝ-૩' તાજેતરનાં વર્ષોમાં રજૂ થયેલી ભટ્ટ કેમ્પની સૌથી મોંઘી ફિલ્મ છે. ૩૫ સેટ અને થ્રીડીની સાથે બનાવવામાં આવેલી રાજ-૩ તેમની સૌથી મોંઘી ફિલ્મ છે. આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી, બિપાશા બસુ અને ઈશા ગુપ્તાની મુખ્ય ભૂમિકા છે. મુકેશ ભટ્ટનું કહેવું છે કે આ ફિલ્મની સ્ટોરીની માગ પ્રમાણે ફિલ્મનું બજેટ સતત વધતું રહ્યું હોવા છતાં બજેટના મુદ્દે કોઈ બાંધછોડ કરવામાં આવી નથી. ભટ્ટ કેમ્પ ઓછાં બજેટ સાથેની ફિલ્મો બનાવવા માટે જાણીતો હોવાનો પણ ઉલ્લેખ કરતાં મુકેશ ભટ્ટે ઉમેર્યું હતું કે 'રાઝ-૩' અન્ય કોઈ બેનર દ્વારા બનાવવામાં આવી હોત તો અમારા બજેટ કરતાં બમણી રકમ ખર્ચ થઈ હોત. અમારી ફિલ્મ ચોક્કસપણે મોંઘી છે પરંતુ આ ફિલ્મ ચાહકોને ગમી જશે, તેવો દાવો પણ મુકેશ ભટ્ટે કર્યો હતો.


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com