Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 08:14:00 PM IST
 

જીભઃ સમાગમનો જુસ્સાદાર સાથી

Sep 08, 2012 Supplements > Health
 
comment     E-Mail     Print    
 
Viewed: 11148
Rate: 2.2
Rating:
Bookmark The Article

ઇન્ટિમસી - કામિની મોટવાણી

શું તમે તમારી સેક્સ લાઇફને વધારે રોમાંચક અને ઉત્તેજક બનાવવા માંગો છો? તો તેના માટે તમને તમારી જીભ જ સૌથી વધારે મદદરૂપ સાબિત થઈ શકે છે. વાસ્તવમાં શરીરના આ ભાગમાં ઉત્તેજનાને વધારવાની ભરપૂર ક્ષમતા હોય છે, પરંતુ આ ક્ષમતાનો લાભ ત્યારે જ લઈ શકાય જ્યારે જીભનો યોગ્ય રીતે અને યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવામાં આવે     

સેક્સ લાઈફમાં નવીનતાના અભાવે કંટાળો પ્રવેશે તે સ્વાભાવિક જ છે. કઈ પણ વ્યક્તિ ક્યારેય એવું નથી ઇચ્છતી કે તેને અદ્ભૂત આનંદનો અનુભવ કરવતી સેક્સ લાઈફ એકધારી જ રહે. દરેકને દરેક સમાગમ વધારે રોમાંચક, વધારે ઉત્તેજક, વધારે યાદગાર બનાવવો હોય છે. તેના માટે સમાગમમાં નવીનતા લાવવાની જરૂર રહે છે. આ નવીનતા શરીરના વિવિધ ઉત્તેજક અંગના ઉપયોગથી લાવી શકાય છે, પરંતુ કેટલાંક અંગ એવાં હોય છે જેના મહત્ત્વથી મોટાભાગના લોકો અજાણ છે.

જીભ એ શરીરનો એક એવો ભાગ છે જે બંને પાર્ટનરને ઉત્તેજિત કરવાની સાથે-સાથે સમાગમ સાથે જોડાયેલી ભાવનાઓને ચરમસીમા સુધી લઈ જવાની તાકાત પણ ધરાવે છે. તે સેક્સ લાઇફને ઉત્તમ તો બનાવે જ છે સાથે સેક્સ સાથે જોડાયેલા અનુભવને પણ અનેક ગણો વધારી શકે છે.

એક રીતે જોઈએ તો જીભનો ઉપયોગ એક પેશનેટ કિસ (જુસ્સાદાર ચુંબન)ની જ બીજી રીત છે. પાર્ટનર્સે સમાગમ દરમિયાન જુસ્સો બતાવવો હોય તો જીભનો ઉપયોગ શરીરની કેટલીક ખાસ જગ્યાઓ પર કરી શકે છે, જેનાથી તમે પહેલાંથી જ બિલકુલ અજાણ છો. એ કોઈ નવી વાત નથી કે ઉત્તમ ઓર્ગેઝ્મમાં ફોર-પ્લેની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હોય છે. જો તમે તમારા પાર્ટનરને સારી રીતે સંતુષ્ટ અને ખુશ કરવા ઇચ્છતા હો તો તમારી રીત એવી હોવી જોઈએ કે જે પાર્ટનરના પગથી શરૂ થઈને છાતી સુધી ઝણઝણાટ પેદા કરે. આ કામ તમે માત્રને માત્ર જીભની મદદથી જ કરી શકો છો.

ઘણા પાર્ટનર્સ નથી જાણતા હોતા કે પગનો અંગૂઠો પણ શરીરનો ઘણો સંવેદનશીલ ભાગ છે અને સમાગમ દરમિયાન તેને ક્યારેય ન ભૂલવો જોઈએ. જીભની મદદથી પાર્ટનરના પગનો અંગૂઠો પણ ચૂમી શકો છો. સાચું માનો, તમારો પાર્ટનર તમારી સમાગમની શરૂઆતની આ યાદગાર ક્ષણોને હંમેશ માટે યાદ રાખશે.

એવું કહેવાય છે કે પુરુષોના દિલનો રસ્તો પેટમાંથી થઈને જાય છે. બસ, તમારે આ જ રસ્તાનો થોડી અલગ રીતે ઉપયોગ કરવાનો છે. સ્ત્રી-પુરુષ બંનેના શરીરનો જે સૌથી ઉપેક્ષિત અને કામોત્તેજક સ્પોટ નાભિ છે. નાભિનો ભાગ ખૂબ જ સંવેદનશીલ હોય છે. તમે તમારી જીભનો ઉપયોગ નાભિ પર ધીમે-ધીમે અને સતત કરો, ત્યારબાદ નાભિથી પેટના બાકીના ભાગોને પણ જીભનો આ જ રીતે સ્પર્શ આપો. પછી બહુ જલદી જ તમને તમારા પાર્ટનર અને સમાગમમાં બહુ મોટો ફર્ક જોવા મળશે.

છાતી એ શરીરનો એક એવો ભાગ છે જ્યાં તમે એક્સપેરિમેન્ટ કરી શકો છો. કદાચ તમને ખબર નહીં હોય, પણ પુરુષોને પોતાની છાતી પર ખૂબ જ ગર્વ હોય છે અને એ જ ગર્વનો અનુભવ તમે કરાવશો તો તે પોતાને વધારે આત્મવિશ્વાસી અને વખાણને લાયક સમજશે. પાર્ટનરને આ અનુભવ કરાવવા તમારે શું કરવાનું છે, એ કદાચ હવે કહેવાની જરૂર નથી. તમારી જીભથી પાર્ટનરની છાતી પર ફેલાઈ રહેલી આ ઉત્તેજનાઓની જાદૂઈ અસર સમાગમમાં ચોક્કસ જોવા મળશે.

સમાગમમાં ઉત્તેજના વધારવાની બાબતમાં ગળા અને કાન જેવા ભાગોને કેવી રીતે ભૂલી શકાય? શરીરનાં આ અંગ પણ ખૂબ જ કામોત્તેજક હોય છે. આ ભાગોને જ્યારે તમે તમારી જીભનો સ્પર્શ આપશો તો તમે વિચારી પણ નહીં શકો કે તેની પ્રતિક્રિયા તમને કેટલી ઝડપી મળી શકે છે.

બંને પાર્ટનર્સ સમાગમમાં એકબીજાની સંમતિથી કંઈ પણ નવીનતા ઉમેરી શકે છે. આ નવીનતા કોઈ પણ જાતના દબાણમુક્ત હોવી જોઈએ તથા પાર્ટનર તેને પસંદ કરતો હોય તો તેને અજમાવવામાં કોઈ નુકસાન નથી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com