Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 03:09:50 AM IST
 

શગુફતા રફીકઃ વો લમ્હેં... (બ્રેકિંગ વ્યૂઝ)

Sep 08, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 1374
Rate: 4.5
Rating:
Bookmark The Article

બ્રેકિંગ વ્યૂઝ - રાજ ગોસ્વામી

શગુફતાને હજુય યાદ છે જ્યારે એ બારના ડાન્સફલોર પર પહેલી વાર ઊભી રહી હતી, "આઈ વોન્ટેડ ટુ બી સ્લટ (કુલટા). મારે દુનિયા સાથે લડવું હતું, પૈસા બનાવવા હતા, પુરુષોનું મનોરંજન કરવું હતું, મારે એમનો ઉપયોગ કરીને ફેંકી દેવા હતા. મને મારી શક્તિનો નશો હતો,"

''ફિલ્મસર્જન અને દેહવ્યાપાર વચ્ચેની ભેદરેખા પાતળી છે." વિશેષ ફિલ્મ્સની ઓફિસના સોફાની ધાર પર, હમણાં પડી જશે એવી રીતે બેઠેલી શગુફતા રફીક અવાજમાં હકીકતના ભાવ-અંદાજ સાથે કહે છે, "એ જ લોકો હોય છે અને એ જ ખેલાડીઓ હોય છે. નિર્દેશકો સ્ત્રીને એ જ રીતે જુએ છે, જેવી નજરથી લોકો વેશ્યાને જુએ છે. એક એક્ટ્રેસ ટૂંકાં કપડાં પહેરીને મિટિંગમાં આવે છે ત્યારે એ 'કશુંક' વેચી રહી છે. મેં દુબઈમાં જે કર્યું હતું એ ચીકની ચમેલીમાં કેટરીના કૈફ જે કરે છે એનાથી જુદું ન હતું. તમારી કોઈક ખૂબીનું બાજારીકરણ, શોષણ તો જરૂર થાય છે."

વિશેષ ફિલ્મ્સ એટલે કે ભટ્ટ કેમ્પની કોઈ ફિલ્મનો આ સંવાદ હોઈ શકે પણ એ બોલવાવાળી શગુફતા રફીક ભટ્ટ સામ્રાજ્યની એવી 'ખૂબી' છે, જેને બહારની દુનિયા બહુ જાણવી નથી. દુબઈમાં દસ વર્ષ સુધી બારગર્લ તરીકેના સંઘર્ષ અને ભટ્ટ કેમ્પની દસ ફિલ્મો લખવાની દસ વર્ષ પછીની સફળતા પછી શગુફતા ભટ્ટની જ કોઈક ફિલ્મની 'વાર્તા'થી કમ નથી.

'વો લમ્હેં', 'રાઝ-૨', 'મર્ડર-૨' અને 'જન્નત-૨' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો પછી શગુફતા રફીક, જે એક સમયે સમયની થપાટો ખાઈને કિનારે ખોવાઈ ગઈ હતી, તે આજે મહેશ-મૂકેશ ભટ્ટની ફિલ્મી 'ફેક્ટરી'ની મજબૂત આધાર બની ગઈ છે. સની લિયોનને ઇન્ટ્રોડયુસ કરતી 'જિસ્મ-૨' પછી 'રાઝ-૩' સાથે, અંગ્રેજીમાં કહે છે તેમ, શગુફતા હેઝ અરાઈવ્ડ. આવતાં વર્ષ સુધીમાં એ મહેશ ભટ્ટની ક્લાસિક 'આશિકી'ની સિકવલ લઈને આવી રહી છે.

૪૧ વર્ષીય શગુફતા રફીકને બચપણમાં જ અનવરી બેગમે દત્તક લીધી હતી. અનવરી બેગમ '૫૦ના દાયકામાં હિન્દી ફિલ્મોની 'એકસ્ટ્રા' હતી. એની સાવકી બહેન સઈદા ખાને મામુલી સફળતા જોઈ અને એ બ્રિજ સદનાહ નામના નિર્માતા-નિર્દેશકને પરણી ગઈ. આ એ જ બ્રિજ સદનાહ જેના દીકરાનું નામ કમલ સદનાહ. આ બ્રિજ સદનાહે ૧૯૯૦માં દારૂના નશામાં પત્ની સઈદા ખાન અને દીકરીને રિવોલ્વરથી શૂટ કરી દીધી હતી અને ત્રીજી ગોળી ખુદને મારી દીધી હતી.

શગુફતા અને મા અનવરી બેગમની જિંદગીને ઝાટકો લાગી ગયો. સઈદા ખાનના સહારે ચાલતી બંનેની જિંદગીમાં અચાનક જ રોજી-રોટીનો સવાલ આવી ગયો. બાકી હતું તો પારિવારિક તકરારની ક્ષણોમાં શગુફતાના સાવકાપણાના 'સમાચાર' એવી નિષ્ઠુરતાથી આપવામાં આવ્યા કે ૧૪ વર્ષની શગુફતાને સ્કૂલ પણ છોડી દેવી પડી. રોટી-રોજીની મોહતાજ મા-દીકરીએ ફિલ્મોમાં કામની ભીખ માગી જોઈ અને ત્યાંથી ય જવાબમાં ઇનકાર જ મળ્યો. સામાજિક અને વ્યાવસાયિક અસ્વીકાર અને અપમાનમાંથી શગુફતા રફીકને જિંદગીનો પ્રથમ પાઠ ભણવા મળ્યો - આઈડેન્ટિટી, જે પોતાની હોય, ભીખમાં મળેલી નહીં.

શગુફતાને સફળતા જોઈતી હતી, એવી સફળતા જેમાં પૈસા હોય, કોઈ પણ ભોગે. "મારી માની આંખમાં ખુશી જોવા હું કંઈ પણ કરવા તૈયાર હતી; નૈતિક કે અનૈતિક." એમાં જ દુબઈના બારમાં નાચવા-ગાવાનું આવી ગયું. એ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત અને કથકમાં તાલીમ પામેલી હતી. "અમુક લોકોએ મને નાચવા-ગાવાની આ આવડતનો ઉપયોગ દુબઈના બારમાં કરી જોવાની સલાહ આપી હતી. મારા માટે બીજો કોઈ વિકલ્પ ન હતો," શગુફતા કહે છે. એ પછીનો દાયકો લેખક બનવાના સ્વપ્ન સાથે દુબઈ, અબુધાબી, બેંગલોર અને હૈદરાબાદના બિયર બારમાં પસાર થવાનો હતો. "મને કોઈ મળવા માટેય એપોઇન્ટમેન્ટ આપતું ન હતું," એ કહે છે, "અને શું કામ આપે? હું હતી કોણ?" એને હજુય યાદ છે જ્યારે એ બારના ડાન્સફલોર પર પહેલી વાર ઊભી રહી હતી, "આઈ વોન્ટેડ ટુ બી સ્લટ (કુલટા). મારે દુનિયા સાથે લડવું હતું, પૈસા બનાવવા હતા, પુરુષોનું મનોરંજન કરવું હતું, મારે એમનો ઉપયોગ કરીને ફેંકી દેવા હતા. મને મારી શક્તિનો નશો હતો," શગુફતા હસતાં હસતાં યાદ કરે છે.

એ વખતે એણે મહેશ ભટ્ટનો એ ફેમસ ઈન્ટરવ્યૂ વાંચેલો જેમાં એમણે કહેલું, 'આઈ એમ બાસ્ટર્ડ.' નાનપણથી જ લેખક બનવાનાં સ્વપ્ન જોતી શગુફતા ભટ્ટના દરવાજે જઈ પહોંચી. "એ વખતે (૨૦૦૫) 'કલયુગ' ફિલ્મનું ફોકસ સ્ક્રિનિંગ ચાલતું હતું," શગુફતા કહે છે, "ફિલ્મ જોયા પછી મેં કહ્યું કે આમાં બે દૃશ્યની કમી છે. ભટ્ટ સા'બે મને લખીને લાવવા કહ્યું." એ પછીય શગુફતાનો ગજ ન વાગ્યો, પરંતુ મહેશ ભટ્ટ-પરવીન બાબીના પ્રેમજીવન પર 'વો લમ્હેં' બનવાની હતી ત્યારે નિર્દેશક મોહિત સૂરીએ લેખક તરીકે શગુફતાનું નામ સૂચવ્યું. 'ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી,' શગુફતા કહે છે.

શગુફતા રફીક આજે હિન્દી ફિલ્મોની એક સફળ અને સ્થાપિત લેખક બની ગઈ છે. એ કહે છે, "માત્ર કલમ ઉઠાવીને લેખક નથી બની જવાતું. લખવા માટે જિંદગીને સમજવી જરૂરી છે. જિંદગીની વિકટતાને જે સમજી જાય છે, એ લખવાનું પણ શીખી જાય છે. ફિલ્મોમાં જે સ્ત્રીઓ હું સર્જું છું એમને હું જિંદગીમાં મળી છું." જિંદગીના અનેક રંગ જોઈ ચૂકેલી શગુફતા આજે ભટ્ટ કેમ્પમાં માત્ર સ્થાયી સભ્ય જ નથી, એ રંગોને, એ ક્ષણોને શબ્દો પણ આપી રહી છે.

goswami_raj@yahoo.co.in
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com