Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 10:42:06 AM IST
 

અમેરિકા હાલ પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર નહીં કરે

Sep 08, 2012 World
 
Tags:   America Pakistan Terririst Country comment     E-Mail     Print    
 
Viewed: 2060
Rate: 5.0
Rating:
Bookmark The Article

વૉશિંગ્ટન, તા. ૮
પાક. ત્રાસવાદ સામે લડનાર મહત્ત્વનો સાથી દેશ હોવાનો દાવો

અમેરિકાએ પાકિસ્તાનમાં સક્રિય હક્કાની નેટવર્કને શુક્રવારે ત્રાસવાદી સંગઠન જાહેર કર્યું હતું. હક્કાની નેટવર્ક દ્વારા પાકિસ્તાન અને અફઘાન સરહદે નાટો સૈન્ય પર હુમલા કરવામાં આવે છે અને નાટોની કામગીરીમાં અવરોધો સર્જવામાં આવે છે તેથી અમેરિકા હક્કાની નેટવર્ક સામે આકરાં પગલાં લેવા પાકિસ્તાન પર વારંવાર દબાણ કરી રહ્યું છે.

શું પાકિસ્તાનને ત્રાસવાદી દેશ જાહેર કરવામાં આવશે તેવા એક પ્રશ્નના જવાબમાં અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ અમેરિકા દ્વારા આ દિશામાં કોઈ જાતની ગંભીર વિચારણા કરવામાં આવી નથી. ત્રાસવાદ સામેનાં યુદ્ધમાં પાકિસ્તાન એ અમેરિકા અને અન્ય દેશોનું મહત્ત્વનું સાથી છે. અમેરિકા તેની સાથે સંકલન સાધીને ત્રાસવાદ સામેની લડત આગળ ધપાવવાના પ્રયાસો કરી રહ્યું છે. અમેરિકાના વિદેશપ્રધાન હિલેરી ક્લિન્ટન દ્વારા શુક્રવારે હક્કાની નેટવર્કને ત્રાસવાદી નેટવર્ક જાહેર કરવામાં આવ્યા પછી પત્રકારોએ પૂછયું હતું કે શું પાકિસ્તાનને ત્રાસવાદી દેશ જાહેર કરવા અમેરિકા વિચારી રહ્યું છે ખરૃં ? ત્યારે અધિકારીએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે આ પ્રશ્નનો જવાબ 'ના' માં આપ્યો હતો. પાકિસ્તાન દ્વારા હક્કાની નેટવર્ક સામે કડક પગલાં લેવામાં ગલ્લાંતલ્લાં કરવામાં આવતાં આખરે અમેરિકાએ તેને ત્રાસવાદી નેટવર્ક જાહેર કર્યું હતું.

અગાઉ તત્કાલીન ચીફ ઓફ સ્ટાફ એડમિરલ માઈક મુલેન દ્વારા અમેરિકાની સંસદમાં હક્કાની નેટવર્કને આઈએસઆઈની વાસ્તવિક પાંખ જ ગણાવવામાં આવી હતી, આમ આઈએસઆઈના ઈશારે જ હક્કાની નેટવર્ક કામગીરી કરી રહ્યું હોવાનો તેમણે પર્દાફાશ કર્યો હતો. પાકિસ્તાનમાં ત્રાસવાદીઓને શરણ આપવાના મામલે અમેરિકાએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ પછી હક્કાની નેટવર્ક અને ત્રાસવાદીઓને અપાતો ટેકો બંધ કરવા અમેરિકાએ પાકિસ્તાન પર દબાણ વધાર્યું હતું.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com