College campus
અમદાવાદ : ૮ સપ્ટેમ્બર ર૦૧૨
વીક-એન્ડ આવતાં યંગસ્ટર્સ આઉટિંગના પ્લાન બનાવતા હોય છે. ઘણાં લોકો આવી મોસમમાં કારમાં જવાનું પસંદ કરે છે પણ કોલેજના યંગસ્ટર્સ બાઇકને પ્રિફર કરતાં હોય છે. આર. જે. કોલેજનું ગ્રૂપ તો વીકએન્ડમાં ફરવાનો પ્લાન બનાવતા જ હોય છે.
કોલેજના નિખિલ, હેમાંગ, કૌશલ, મિતેશ, કલ્પેશ, મિહિર, મિતુલ અને ગ્રૂપ હાલમાં જ ડાંગ અને સાપુતારા જેવી જગ્યાએ જવાના છે. નિખિલ કહે છે કે, અમને કાર કરતાં બાઇક વધારે ગમે છે. વરસાદમાં પલળતાં પલળતાં એન્જોય કરવાની મજા કંઇક જુદી હોય છે જ્યારે હેમાંગ કહે છે કે, રવિવારે અમે સરદાર સરોવર જવાનો પ્લાન બનાવી રહ્યા છીએ. અમે દસથી પંદર લોકો જવાના છીએ. અમે સાથે નાસ્તો અને જમવાનું પણ લઇ જઇશું. બે દિવસ એન્જોય કરીશું પછી પાછા બેક ટુ કોલેજ.