અમદાવાદ : ૮ સપ્ટેમ્બર ર૦૧૨
એપલે ૧૨મી સપ્ટેમ્બરે લોન્ચિંગનું ઈન્વાઈટ જાહેર કર્યું છે. આ ઇન્વાઇટમાં બ્લેક એન્ડ વ્હાઈટમાં લખ્યું છે -
''ઈટ્સ ઓલમોસ્ટ હિઅર''. નીચે મોટા અક્ષરે ૧૨ નો આંકડો છે, એનો જે શેડો પડે છે તે '૫'નાં આકારનો છે. આના પરથી એપલની આગામી પ્રોડક્ટ આઈફોન -૫ હશે એવા મીડિયા અહેવાલ જોર પકડી રહ્યાં છે.
એપલની કોઈ પણ પ્રોડક્ટ કોઈ બિગ બજેટ ફિલ્મની જેમ સસ્પેન્સફુલ હોય છે. આઈફોન-૫માં પણ એવું જ થઈ રહ્યું છે. એપલે ૧૨મી સપ્ટેમ્બરે લોન્ચિંગનું ઇન્વાઇટ જાહેર કર્યું છે. આ ઇન્વાઇટમાં બ્લેક એન્ડ વ્હાઈટમાં લખ્યું છે-''ઇટ્સ ઓલમોસ્ટ હિઅર''. નીચે મોટા અક્ષરે ૧૨નો આંકડો છે, એનો જે શેડો પડે છે તે '૫'ના આકારનો છે, આના પરથી એપલની આગામી પ્રોડક્ટ આઈફોન-૫ હશે એવા મીડિયા અહેવાલ જોર પકડી રહ્યા છે.
૧૨મી સપ્ટેમ્બરે સાનફ્રાન્સિસ્કોનાં યેર્બા બ્યૂએના સેન્ટર ફોર આટ્ર્સમાં સવારે ૧૦ વાગે (ભારતીય સમય પ્રમાણે રાત્રે ૧૦-૩૦ કલાકે) એપલની ઈવેન્ટ યોજાઈ રહી છે. ગયા વર્ષે થર્ડ જનરેશનનું આઈપેડ લોન્ચ કરવા માટે આ જ જગ્યાએ ઈવેન્ટ યોજાઇ હતી. 'ગોટા બી મોબાઈલ' વેબસાઈટના રિપોર્ટ મુજબ ૧૨મી સપ્ટેમ્બરે કદાચ આઈફોન-૫ની જાહેરાત થાય અને તેના હેન્ડસેટ ૨૧મી સપ્ટેમ્બરથી બજારમાં આવે. અમદાવાદમાં પણ એપલની પ્રોડક્ટ અંગે કુતૂહલ છે. અમદાવાદના એક એપલ સ્ટોરમાંથી મળેલ માહિતી મુજબ અત્યાર સુધીમાં તેમને ૩૦-૪૦ લોકોએ આઈફોન-૫ અંગે ઈન્કવાયરી કરી છે, જોકે ફોનની કોઈ સત્તાવાર જાહેરાતના અભાવમાં બુકિંગ શરૂ કરવામાં આવ્યું નથી. સ્ટોરના એક એક્ઝિક્યુટિવે નામ ન આપવાની શરતે કહ્યું હતું કે, ૧૨મીની ઈવેન્ટ પછી (જો લોન્ચિંગ આઈફોન-૫નું હશે તો) ત્રણ મહિના બાદ બુકિંગ શરૂ થશે.
જો કે કેટલાક ઉત્સાહી અમદાવાદીઓ સીધેસીધા અમેરિકામાં બુકિંગ કરાવીને આઈફોન-૫ મેળવવાની તાલાવેલી બતાવી રહ્યાં છે.
લેટેસ્ટ સ્માર્ટફોનનો ક્રેઝ છે
માર્કેટમાં જે પણ નવા ફીચર્સવાળા ફોન આવે તે અંગે પહેલાં જ હું ઈન્ટરનેટથી જાણી લઉં છું તથા અમદાવાદમાં ફોન આવે એટલે હું પહેલાં ખરીદવા જાઉં છું. નવા ટેબ્લેટ અને સ્માર્ટફોનનો હું ક્રેઝી છું. ટેક્નો સેવી હોવાથી મને ગેજેટ્સમાં અપડેટ થતાં રહેવું ગમે છે.
'મૌલિક ભાવસાર, સિનિયર એક્ઝિક્યુટિવ'
એપલ ગેજેટ્સનો ફેન છું
મારી પાસે એપલનાં તમામ ગેજેટ છે પછી તે લેપટોપ હોય, આઈફોન, આઈપેડ કે આઈપોડ હોય. આઈફોન-૫નું પણ મેં એડવાન્સ બુકિંગ કરાવી દીધું છે. કારણએ છે કે તેમાં ક્વોડ-કોર પ્રોસેસર હોવાનું સંભળાય છે, જેનાંથી ફોનની સ્પીડ પણ સારી રહેશે.
'વિઝન રાવલ, બિઝનેસ ડેવલપમેન્ટ હેડ'
ઓનલાઇન બુક કરાવ્યો છે
આઈફોન-૫ એ મારો ડ્રીમ ફોન છે. સ્માર્ટફોનમાં આઈફોન પર મારી વિશ્વસનિયતા વધુ છે અને તેનું લેટેસ્ટ મોડલ માર્કેટમાં આવી રહ્યું છે. આઇફોન-૫માં વધુ સારા ફીચર્સ અને ફેસિલિટી હશે તેથી મેં આઇફોન-૫નું ઓનલાઇન બુકિંગ કરાવ્યું છે.
'હેમલ પંડયા, એડવોકેટ'
આઈફોન એટલે સ્ટેટસ સિમ્બોલ
આજની લાઇફસ્ટાઇલમાં સ્ટાઇલિશ ફોન તમારા હાથમાં હોય તે સ્ટેટસ સિમ્બોલ કહેવાય. લેટેસ્ટ ટેક્નોલોજી અને રિચનેસ દર્શાવતાં આ ફોનનો હું ફેન છું જ્યારે મને ખબર પડી કે આઈફોન-૫ લોન્ચ થવાનો છે હું તરત જ એપલના શો રૂમમાં પહોંચી ગયો અને મેં તેનું બુકિંગ કરાવી દીધું છે.
'પ્રકાશ સોલંકી, કોલસેન્ટર એક્ઝિક્યુટીવ'