Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 05:05:27 PM IST
 

શર્ટ વિથ પટિયાલા એન્ડ ધોતી સલવાર

Sep 10, 2012 Supplements > Nari
 
comment     E-Mail     Print    
 
Viewed: 3165
Rate: 0
Rating:
Bookmark The Article

ટ્રેન્ડ - માનુષી ચોક્સી

લેડિઝમાં પ્લેન શર્ટની ફેશન આજકાલ પુરજોશમાં છે. બોલ્ડ અને સોફિસ્ટિકેટેડ લુક આપતા લાઇટ અને ડાર્ક કલરના શર્ટની અવનવી ડિઝાઇન માનુનીને આકર્ષી રહી છે. આ શર્ટ સાથે આજકાલ જિન્સને બદલે ફ્લાવર પ્રિન્ટ પટિયાલા અને ધોતી સાથે પણ એક્સપરિમેન્ટ કરવામાં આવી રહ્યાં છે. જે યુનિક લુક આપે છે.

ફેશનમાં કંઈ નવું લાવવા માટે આઉટફિટમાં જુદાં જુદાં એક્સ્પરિમેન્ટ કરવામાં આવે છે. એક સમય હતો જ્યારે શર્ટ સાથે માત્ર જિન્સ જ પસંદ કરવામાં આવતું હતું, પરંતુ આજે ડિઝાઇનિંગ શર્ટ સાથે ધોતી અને પટિયાલા પસંદ કરવામાં આવે છે. ડિઝાઇનરોનો આ એક્સપરિમેન્ટ બહુ જ સફળ રહ્યો છે. માનુની હવે આ પ્રકારના શર્ટને જિન્સ, ધોતી સલવાર, પટિયાલા સલવાર સાથે પણ પહેરી શકે છે. આ શર્ટ પટિયાલા સલવાર સાથે વધુ કમ્ફર્ટ પણ રહે છે.

આજકાલ જે શર્ટની બજારમાં ભરમાર છે તેની લેન્થ પણ વધુ છે, જેથી શોર્ટ શર્ટને પસંદ ન કરતી યુવતી માટે પણ આ નોર્મલ લેન્થના શર્ટ પસંદગીપાત્ર બન્યા છે. આ શર્ટની ખાસિયત એ છે કે તેમાં સ્લિવમાં રબર મૂકીને સુંદર ચપટી પડે તેવી ડિઝાઇન મૂકવામાં આવી છે, જેથી શર્ટમાં આ પ્રકારની સ્લિવ બ્યુટીફૂલ લુક આપે છે. તદુપરાંત શર્ટમાં શર્ટના કલરથી કોન્ટ્રાસ્ટ કલરનાં બટન મૂકવામાં આવે છે. બેલ્ટની સાથે સ્લિવમાં મૂકેલાં બટનની આ ફ્લિપ સ્ટાઇલ પણ શર્ટને યુનિક લુક આપે છે. આ જ પ્રકારની ફ્લિપ સ્ટાઇલ શર્ટની બંને સાઇડમાં પણ આપેલી હોય છે, જે શર્ટની ડિઝાઇનને વધુ આકર્ષક બનાવે છે.

આ પ્રકારના ડિઝાઇનિંગ શર્ટમાં મરૂન, ગ્રીન, રેડ, પર્પલ, વાઇટ, બ્લૂ, લાઇટ પિન્ક, આલમંડ અને યલો કલરની બજારમાં ભરમાર છે. આ શર્ટમાં પેટર્ન નથી હોતી, તે પ્લેન હોય છે, તેથી તેની સાથે ફ્લાવર પ્રિન્ટ પટિયાલા સલવાર પસંદ કરવામાં આવે છે. ફ્લાવર પ્રિન્ટ પટિયાલાની પેટર્ન એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે તેની સાથે કોઈ પણ કલરનો પ્લેન શર્ટ પ્રીફર કરી શકાય છે.

આ શર્ટ સાથે ધોતી સલવાર પહેરવાનો પણ એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જોકે અહીં ધોતી પ્લેન તેમજ પ્રિન્ટેડ બંને પ્રકારની ડિઝાઇનમાં મળે છે, તેથી જ્યારે આ પ્લેન શર્ટ માટે ધોતી સલવાર પસંદ કરતા હો તો એક વાત ચોક્કસપણે યાદ રાખો કે પ્લેન શર્ટ સાથે પ્રિન્ટેડ ધોતી સલવાર પસંદ કરો. આ પ્રકારનું ફ્યુઝન ગોર્જ્યિસ લુક આપે છે. 

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com