Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 18,2013 11:26:25 PM IST
 

આશ્રમની વિદ્યાર્થીનીઓને રોજ પ્રેતાત્મા પૂછે છે કે, 'તમે ઘરે ક્યારે જશો?'

Sep 11, 2012 National
 
Tags:   chhattisgarh Ghost Horrer Ashram Student Village comment     E-Mail     Print    
 
Viewed: 5416
Rate: 3.0
Rating:
Bookmark The Article

રાંચી, 11 ઓગસ્ટ

છત્તીસગઢનો એક આશ્રમ છેલ્લાં ઘણાં સમયથી ચર્ચામાં આવ્યો છે. છત્તીસગઢનાં આશ્રમમાં રહેતી યુવતીઓનું કહેવું છે કે આશ્રમમાં ભૂત વસે છે, જે તેમને હેરાન કરે છે. છત્તીસગઢનાં પંખાપૂર ગામમાં એક આશ્રમ આવેલો છે, જ્યાં રહીને વિદ્યાર્થીનીઓની ભણી રહી છે.

આ યુવતીઓનાં જણાવ્યાં પ્રમાણે તેમને આશ્રમમાં સફેદ સાડી અને ખુલ્લા વાળમાં ફરતી એક સ્ત્રી દેખાય છે, જેને જોઈને યુવતીઓ બેભાન થઈ જાય છે. આ સફેદ સાડીમાં દેખાતી યુવતી વિદ્યાર્થીનીઓને પૂછે છે કે, 'તમે ઘરે ક્યારે જશો?'

આશ્રમમાં હમણાં હમણાં છ યુવતીઓ આત્માને જોઈને બેભાન થઈ ગઈ હતી, જેથી આશ્રમનાં લોકોમાં અને ગ્રામજનોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. ડોક્ટરો દ્વારા સારવાર કરાવા છતાં આ વિદ્યાર્થીનીઓની બેભાનવસ્થામાં કોઈ ફેર પડ્યો ન હતો, જેથી બાદમાં તાંત્રિકનો સહારો પણ લેવામાં આવ્યો હતો, પરંતુ તેનાથી પણ યુવતીઓની અવસ્થામાં કોઈ ફેર પડ્યો ન હતો.

જો કે ડોક્ટરો આ વાતને માનવા તૈયાર નથી. તેઓનાં મતે યુવતીઓ પોતાના ઘર પરિવારથી દૂર રહે છે, તેથી તેઓ માનસિક તણાવ અનુભવી રહી છે. ગામનાં ઉપસરપંચનાં જણાવ્યાં પ્રમાણે 15મી ઓગસ્ટનાં બાદમાં આશ્રમમાં આ ઘટના બનવી શરૂ થઈ ગઈ છે. આશ્રમ દેવી દેવતાઓનાં આવવા જવાનાં રસ્તા પર બન્યો હોવાથી આવી ઘટનાઓ બની રહી છે, તેવું પણ ઉપસરપંચે જણાવ્યું હતું.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com