મુંબઈ, 11 ઓગસ્ટ
કરિના કપૂર અને સૈફ અલી ખાનનાં લગ્નને લઈને છેલ્લા ઘણાં સમયથી બોલિવૂડમાં અને મીડિયામાં હા-ના થઈ રહી છે. એવામાં સૈફ અલી ખાનની માતા શર્મિલા ટાગોરે તાજેતરમાં જ જણાવ્યું હતું કે, 'સૈફ અને કરિનાનાં લગ્ન આ વર્ષે જ ઓક્ટોબરમાં થશે અને લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.'
સૈફ-કરીનાના લગ્નને લઈને થઈ રહેલી અટકળો પર હવે જલ્દી જ પૂર્ણવિરામ લાગી જવાનું છે. બંનેના લગ્ન પૂર્વનિર્ધારીત તારીખ ૧૬ ઓક્ટોબરે જ થવાના છે. તેમના લગ્નમાં નિમંત્રણ અંગેના કાર્ડ છપાઈ ગયાં છે અને સૈફઅલી ખાનની માતા શર્મિલા ટાગોર તરફથી ઘણા લોકોને આમંત્રણ પણ મળી ગયું છે. બંને કલાકારોના લગ્ન ક્યાં કરવામાં આવશે તે અંગે ગુપ્તતા રાખવામાં આવી રહી છે, પરંતુ લગ્ન સમારોહનું આયોજન હરિયાણામાં આવેલા પટૌડી પેલેસમાં કરવામાં આવશે.
કાર્ડમાં રિસેપ્શનની તારીખ ૧૮ ઓક્ટોબર લખવામાં આવી છે. ખાન અને કપૂર બંને ખાનદાનમાં લગ્નની તૈયારીઓ પૂરજોશથી ચાલી રહી છે. અત્યારસુધી લગ્નની તારીખ અંગે મીડિયામાં અનેક અટકળો કરવામાં આવી રહી હતી, જો કે આ પહેલા ર્શિમલાએ ભોપાલમાં કહ્યું હતું કે લગ્ન ઓક્ટોબરમાં જ થશે. ્ત્યારે તેમણે કહ્યું હતું કે લગ્ન મુંબઈમાં જ કરવાની વિચારણા ચાલી રહી છે અને બાદમાં પાર્ટી દિલ્હી કે પટૌડીમાં આપવામાં આવશે. કાર્ડ અંગેની માહીતી મળતા હવે આ વાત લગભગ નક્કી થઈ ગઈ છે. નવાબ પરિવારે લગ્નનો કાર્યક્રમ નક્કી પણ કરી નાખ્યો છે.