નવી દિલ્હી 11, સપ્ટેમ્બર
નેપાળના પશ્ચિમી ભાગમાં એક બસ નદીમાં પડતા તેમાં બેઠેલ મુસાફરોમાંથી 29 મુસાફરોના મોત થયા છે જયારે 11 ઘાયલ થયા છે. એક સમાચાર એજન્સીનાં જણાવ્યા અનુસાર આ દુર્ઘટના સોમવારે કાલીકોટ વિસ્તારમાં બની છે.સ્થાનિક નાગરિકે જણાવ્યું કે, બસ નદીમાં પાડી ગઈ હતી જયારે સંકરે હાઈવે પર બસ પાછી ફેરવવામાં મુશ્કેલી આવતા બસ પાછી લઇ જવાનો પ્રયત્ન કર્યો ત્યારે બસ પાછળની તરફ જઈ રહી હતી ત્યારે નદીમાં ખાબકી.