પાટણ,તા.૧૧
બહુચરાજી ખાતેથી નીકળેલ વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા ચાણસ્મા ખાતે પહોંચતા ચાણસ્મા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા શિક્ષણના પ્રશ્નને લઈને મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવતી વિકાસની વાસ્તવિકતા કંઈક જુદી જ હોવાનું જણાવી આવેદનપત્ર સાથે કાળા વાવટાઓ ફરકાવ્યા હતા. જેઓને પોલીસે અટક કરી હાઈવે ઉપર લઈ જઈ મુક્ત કર્યા હતા. વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા ચાણસ્મા પહોંચતા ચાણસ્મા કોંગ્રેસી કાર્યકરો દ્વારા ધો.૬ થી ૮ ના વિદ્યાર્થીઓ અને વાલીઓને વેદનાને વાંચા આપતું એક આવેદનપત્ર તૈયાર કરી મુખ્યમંત્રીના ફોટા સાથેના હોડીગોને બાજુ પર રાખી વાસ્તવિકતા ઉપર નજર કરી વિકાસની વાસ્તવિકતા કંઈક જુદી જ જોવા મળે તે બાબતે જુદા જુદા મુદ્દાઓ સાથેનું એક આવેદનપત્ર તૈયાર કરી સભાસ્થળથી નજીક કાળા વાવટા ફરકાવવાનું શરૂ કરતા વિકાસયાત્રા ચાણસ્મા આવે તે પહેલા પોલીસ દ્વારા કોંગ્રેસના કાળા વાવટા સાથે વિરોધ દર્શાવતા કાર્યકર્તાઓને અટક કરી હાઈવે ઉપર મુક્ત કરી દીધા હતા.