Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 04:11:41 AM IST
 

વઘઈમાં પાંચ કલાકમાં ૧૦૦ મી.મી. વરસાદ પડયો

Sep 12, 2012 Surat > Surat City
 
Tags:   local news comment     E-Mail     Print    
 
Viewed: 315
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત,તા. ૧૧

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઝરમરિયો વરસાદ ચાલુ રહેતાં એકંદરે એકથી દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લામાં ગઈકાલે મધ્યરાત્રિ દરમિયાન ભારે વરસાદ પડતાં લોકમાતા અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરમાં પૂર આવતાં અનેક ગામો આજે સમગ્ર દિવસ દરમિયાન સંપર્ક વિહોણાં બન્યાં હતાં.

  • ડાંગમાં અંબિકા નદીના પૂરમાં એક મહિલા તણાઈ : એક કિલોમીટર દૂર મૃતદેહ મળ્યો
  • દક્ષિણ ગુજરાતમાં એકથી દોઢ ઈંચ વરસાદની હેલી યથાવત્

જ્યારે અંબિકાનદીના પૂરના પાણીમાં વઘઈથી સાપુતારા જતાં માર્ગ ઉપર પાણી ફરી વળતાં સુસરદા ગામના ૫૦ વર્ષીય શનિબેન તુલસીભાઈ લોટી પરિવાર સાથે બ્રિજ પાસે માછલાં પકડી રહ્યાં હતાં ત્યારે પાણીના વહેણમાં તણાઈ ગયા હતા. શનિબેનને બચાવવા માટે પરિવાર અને ગ્રામજનો પાણીમાં પડયા હતા પરંતુ તમામ કોશિશો નિષ્ફળ નીવડતાં એક કિલોમીટરને અંતરેથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

રાત્રિના વરસાદમાં વઘઈ ખાતે ૧૦૦ મી.મી., ગિરિમથક સાપુતારામાં ૭૫, આહવા ખાતે ૫૬ મી.મી. વરસાદ ગઈકાલે રાત્રે દસ વાગ્યાથી આજે સવારે ચાર વાગ્યા સુધીમાં નોંધાયો હતો. જ્યારે આજે પણ હળવો વરસાદ ચાલુ રહ્યો હતો.

દરમિયાન વાપી અને સંઘપ્રદેશમાં પણ વરસાદ ચાલુ રહેતાં આજે સવારે છ વાગ્યે સમાપ્ત થતા ૨૪ કલાક દરમિયાન વાપીમાં ૪૦ મી.મી. તથા સંઘપ્રદેશ દમણમાં ૨૦ મી.મી. વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત મધુબન ડેમના ઉપરવાસમાં પણ ત્રણ ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાવાને પગલે આજે ફરીથી ડેમના દરવાજા ખોલાયા હતા. ડેમની સપાટી આજે સાંજે ચાર વાગ્યે ૭૬.૬૦ મીટર હતી જ્યારે ૧૦ પૈકીના સાત દરવાજા એક મીટર સુધી ખોલાયા હતા.

સુરત જિલ્લામાં આજે વરસાદી વાતાવરણ રહેવા છતાં દિવસમાં વરસાદ નોંધાયો ન હતો, પરંતુ આજે સવારે છ વાગ્યે સમાપ્ત થતા ૨૪ કલાક દરમિયાન ચોર્યાસીમાં ૧૯, કામરેજમાં પાંચ, માંગરોળમાં ૧૬, ઓલપાડમાં ૮, પલસાણામાં ૨૦, સુરત શહેરમાં ૪ અને ઉમરપાડામાં ૨૨ મી.મી. વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત વલસાડ જિલ્લામાં પણ વરસાદે હાજરી પુરાવતા છેલ્લા બાર કલાકમાં ઘરમપુરમાં ૭૧ મી.મી. તથા કપરાડામાં ૫૧, વલસાડમાં ૪૫, પારડીમાં ૨૬ અને ઉમરગામમાં ૧૫ મી.મી. વરસાદ નોંધાયો હતો.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com