Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 07:32:42 PM IST
 

સૂરસાગર સહિત ૬ તળાવોમાં શ્રીજી વિસર્જન કરવામાં આવશે

Sep 12, 2012 Baroda > Baroda City
 
Tags:   Local News comment     E-Mail     Print    
 
Viewed: 369
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા, તા.૧૧

ગણેશ ચતુર્થીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અગાઉ ગોત્રી અને ગોરવા તળાવમાં વિસર્જનનો નિર્ણય લેવાયો હતો, જો કે તાજેતરમાં વિસર્જન પર્વે વધુ ૪ તળાવોની પસંદગી કરી વિસર્જન માટે સજ્જ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • વિસર્જન માટે સુરસાગર તળાવને પણ આવરી લેવાયું

જળાશયોના પ્રદૂષણના મુદ્દે છેલ્લા એક વર્ષમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને કોર્પોરેશન સાબદું બન્યં છે. જીપીસીબીના આદેશના પગલે કલાનગરીની શોભા વધારતા અને શ્રધ્ધાળુઓની આસ્થાના પ્રતીક સમા સુરસાગર તળાવને ભારે જહેમત બાદ પ્રદૂષણ રહિત કરી પુર્નજીવિત કરાયું છે.

જો કે શ્રીજીની સ્થાપના અને જળાશયોમાં તેમના વિસર્જનની પ્રણાલી સાથે શહેરીજનોની ધાર્મિક લાગણી જોડાયેલી છે. આ દિવસે શહેરના તળાવો પર વિસર્જન અર્થે લાખો શ્રધ્ધાળુઓની ભીડ જામે છે. દૂંદાળા દેવના અંતિમ દર્શન અને વિદાયની પળો પણ લોકો ભાવપૂર્વક માણતા નજરે પડે છે. માટે માત્ર બે તળાવોમાં વિસર્જન કરાતા તંત્રની વ્યવસ્થામાં અગવડો ઊભી થઇ શકે છે અને આ પર્વમાં અબાલવૃધ્ધ સૌ કોઇ સામેલ થતા હોય તેમની સરળતાને લીધે ગોરવા અને ગોત્રી ઉપરાંત વધુ ચાર તળાવો વિસર્જન માટે ખુલ્લા મૂકવાનો નિર્ણય લેવાયો હોવાનું જીપીસીબી અધિકારી આર.બી.ત્રિવેદીએ જણાવ્યું હતું.

શ્રીજી વિસર્જન માટે તળાવોની પસંદગી અંગે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, અગાઉ માત્ર ગોરવા અને ગોત્રી તળાવને ગણેશ વિસર્જન પસંદગી આપવામાં આવી હતી. અને સુરસાગરમાં ફેલાયેલા પ્રદૂષણને કારણે શ્રીજી વિસર્જનમાંથી તેને બાકાત રાખવામાં આવ્યં હતું.

પરંતુ તાજેતરમાં કોર્પોરેશન સાથે મળેલી એક બેઠકમાં જો બે જ તળાવો વિસર્જન માટે રખાય તો તંત્રની વ્યવસ્થાનો પેચીદો પ્રશ્ન ઊભો થયો હતો. કેમ કે શહેરમાં દર વર્ષે ૩ હજારથી પણ વધુ નાની મોટી મૂર્તિઓનં જળાશયોમાં વિસર્જન કરાય છે. તેમાં પણ મોટી વિરાટ મૂર્તિઓના વિસર્જન માટે તંત્રએ મોટાપાયે વ્યવસ્થા ઊભી કરવાની રહે છે. અને સુરસાગર શહેરની મધ્યમાં આવેલ હોઇ મહાકાય મૂર્તિઓને તળાવ સુધી લાવવાની સમસ્યાનો પણ સરળ ઉકેલ મળે છે. માટે સુરસાગરને મૂર્તિ વિસર્જન માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ સાથે સમા,બાપોદ અને તરસાલી તળાવને પણ શ્રીજી વિસર્જન માટે સજ્જ કરવામાં આવનાર હોવાનું તેમણે ઉમેર્યુ હતું.

પીઓપી અને રાસાયણિક રંગોના પ્રદૂષણને સાફ કરી લેવાશે

પીઓપી અને રાસાયણિક રંગોના પ્રદૂષણ તળાવમાં ફેલાશે પરંતુ શહેરીજનોની ધાર્મિક લાગણી અને પરંપરાને પગલે તંત્ર દ્વારા તળાવમાં એકત્ર થનાર પીઓપીનો મલબો અને રાસાયણિક રંગોના પ્રદૂષણને નિવારવાના વિકલ્પ શોધવા પ્રયત્નો ચાલી રહ્યા હોવાનું જીપીસીબી અધિકારીએ કહ્યં હતું.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com