વોશિંગ્ટન :
અમેરિકાના વિદેશ સંબંધો સુધારવા 'સૌથી જૂના રાજદ્વારી સાધન-કૂકિંગ'નો ઉપયોગ કરતાં વિદેશપ્રધાન હિલેરી ક્લિન્ટને નિયુક્ત કરેલા ૮૦ અગ્રણી શેફમાં ભારતીય મૂળના અમેરિકન શેફને પણ મહત્ત્વનું સ્થાન અપાયું છે.
વોશિંગ્ટનમાં એક ભારતીય રેસ્ટોરાં રસિકમાં એક્ઝિક્યુટિવ શેફ વિક્રમ સુંદરમની વિદેશ મંત્રાલયના ડિપ્લોમેટિક કલિનરી પાર્ટનરશિપ પહેલના ભાગરૃપે સ્ટેટ શેફ તરીકે નિમણૂક કરાઈ છે. સૌપ્રથમ શેફ અમેરિકન કોર્પ્સમાં ટોચના ૮૦થી વધુ શેફનો સમાવેશ કરાયો છે. ક્લિન્ટને જણાવ્યું હતું કે રાજદ્વારી સાધન તરીકે ફૂડ પરંપરાગત માર્ગ નથી, પરંતુ તેમનું માનવું છે કે આ 'સૌથી જૂનું રાજદ્વારી સાધન' હતું.