Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 04:11:25 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

સીલ’ના કમાન્ડોનો ધડાકો : ભારત ઓબામા મિશન વિશે જાણતું હતું

Sep 13, 2012 World
 
Tags:   SEAL commando Osama bin Laden India comment     E-Mail     Print    
 
Viewed: 17188
Rate: 3.5
Rating:
Read in English
Bookmark The Article

વોશિંગ્ટન, 13 સપ્ટેમ્બર
  • લાદેનને મારવાના મિશન પર નિકળેલા અમિરિકન હેલિકોપ્ટરના માર્ગને લઈને એક વિવાદ
  • અમેરિકન એમએચ-47 ચિન્કુ હેલિકોપ્ટરે ભારતની પૂર્વી સરહદ પાર કરી હતી
  • શું અમેરિકાએ ભારતીય હવાઈમાર્ગનો ઉપયોગ કરવાની મંજૂરી માગી હતી?

વર્ષ 2011ના મે મહિનામાં ઓસામા બિન લાદેનને મારવાના મિશન પર નિકળેલા અમિરિકન હેલિકોપ્ટરના માર્ગને લઈને એક વિવાદ ઊભો થયો છે. વિવાદની શરૂઆત નેવીમાં સામેલ એક સીલ કમાન્ડો માર્ક બિસોનેટની બુકમાંથી થઈ છે.
બુકમાં જે ફોટા પ્રકાશિત થયા છે તેના અનુસાર અમેરિકન એમએચ-47 ચિન્કુ હેલિકોપ્ટર દક્ષિણ-પૂર્વ દિશામાંથી એબોટાબાદ પહુંચ્યું હતું. આ પહેલાના હેલિકોપ્ટરે ભારત સાથે જોડાયેલ પાકિસ્તાનની પૂર્વી સરહદ પાર કરી હતી.  એબોટાબાદમાં જ તે કોઠી હતી જ્યાં લાદેનને ઠાર કરવામાં આવ્યો હતો.
રેડસ્ટેટે આ અંગે સવાલ ઊભા કર્યા હતા. ભારતના આ અસ્પષ્ટ ઉપયોગથી કેટલાક સવાલો ઊભા થાય છે. શું ભારત શરકારને એબોટાબાદ મિશનની જાણકારી હતી? શું અમેરિકાએ ભારતીય હવાઈમાર્ગનો ઉપયોગ કરવાની મંજૂરી માગી હતી?

જો કે ભારતીય વાયુસેનાએ આ સવાલો અને આરોપોને નકારી કાઢતા જણાવ્યું છે કે અમેરિકન હેલિકોપ્ટર ભારતની હવાઈ સીમામાં નથી આવ્યા.

ઉલ્લેખનીય છે કે બીસોનેટે નો ઈઝી ડે ધ ઓટોબાયોગ્રાફી ઓફ નેવી સીલ’ નામની બુક ‘માર્ક ઓવેન’ ના ડમી નામથી લખી છે.


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com