Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 12:14:59 PM IST
 

બ્રિટનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે નવું ફંડ રચાયું

Sep 14, 2012 NRI > UK
 
Tags:   Uk Student Fund comment     E-Mail     Print    
 
Viewed: 1265
Rate: 0
Rating:
Bookmark The Article

લંડન, તા. ૧૩
બીજી યુનિવર્સિટીમાં પ્રવેશ અને શિક્ષણ માટે મદદ કરાશે

લંડનની મેટ્રોપોલિટન યુનિવર્સિટીનું લાઇસન્સ રદ થવાથી જે ભારતીય અને વિદેશી વિદ્યાર્થીઓ બ્રિટનમાં ફસાઈ ગયા છે તેમના પ્રવેશ અને શિક્ષણ માટે યુકે દ્વારા ૨૦ લાખ પાઉન્ડનું નવું ફંડ રચવામાં આવ્યું છે. લાઇસન્સ રદ થવાને લીધે ૩૫૦થી વધુ ભારતીય વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની ગયું હતું. હવે આવા વિદ્યાર્થીઓએ બીજી યુનિવર્સિટીમાં આવા જ કોર્સ અને સ્ટુડન્ટ વિઝા માટે ફરી અરજી કરવાનું જરૂરી બન્યું છે, જેથી વિદ્યાર્થીઓ પર પડનારા વધારાના બોજને હળવો કરવા ૨૦ લાખ પાઉન્ડનું ફંડ રચવામાં આવ્યું હોવાનું બ્રિટનના યુનિવર્સિટીપ્રધાન ડેવિડ વિલેટ્સે જણાવ્યું હતું.

જે વિદ્યાર્થીઓ ૧ ડિસેમ્બર સુધીમાં નવી યુનિવર્સિટીમાં કે નવા વિઝા માટે અરજી કરવામાં નિષ્ફળ જશે તેમણે ૬૦ દિવસમાં બ્રિટન છોડીને પોતાના દેશમાં ચાલ્યા જવાનું રહેશે. બ્રિટનની એલએમયુ દ્વારા તેનું લાઇસન્સ રદ કરવાના યુકે બોર્ડર એજન્સીના નિર્ણયને પડકારતી જ્યુડિશિયલ રિવ્યૂ પિટિશન કરવામાં આવી છે, જેમાં લાઇસન્સ રદ કરવાનો નિર્ણય પાછો ખેંચવા અપીલ કરાઈ છે.  

 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com