લંડન, 14 ઓગસ્ટ
બ્રિટિશ પ્રશાસનમાં સામેલ ભારતીય મૂળનાં એકમાત્ર સભ્ય શૈલેષ વારાને વડાપ્રધાન ડેવિડ કેમરૂનને મંત્રીમંડળનાં ફેરફાર માં બહાર કરવામાં આવ્યાં છે. ગયા સપ્તાહમાં થયેલાં ઘટનાક્રમમાં બ્રિટનમાં રહેતાં ભારતીય સમુદાયને એવી આશા હતી કે મંત્રીમંડળમાં શૈલેષ વારાને પ્રમોશન આપવામાં આવશે.
આ નિર્ણય કન્ઝર્વેટિવ ફ્રેંડ્સ ઓફ ઈન્ડિયાની સાથે થયેલી બેઠક દરમિયાન તાજેતરમાં જ કેમરૂન દ્વારા અપાયેલાં ભાષણનાં વિરોધમાં છે. તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, 'જ્યારે પણ હું પોતાની સાથે જોડાયેલાં પ્રતિભાશાળી ભારતીય લોકોને જોઉં છું ત્યારે મને લાગે છે કે આપણે બ્રિટિશ ભારતીય વડાપ્રધાન વાળી પહેલી ટીમ બનવા જઈ રહ્યાં છે.'
બ્રિટનમાં ભારતીય મૂળનાં લોકોની સંખ્યા 20 લાખ છે અને તે સૌથી મોટો જાતીય સમૂહ છે. અત્યાર સુધી ભારતીય મૂળનાં ચાલ કન્ઝર્વેટિવ સાંસદ હોવા છતાં તેમને સરકારમાં કોઈ પ્રતિનિધિ નથી. વર્ષ 2010માં કેમ્બ્રિજ સંસદીય સીટથી બહુમતી સાથે હાઉસ ઓફ કોમન્સમાં નિમણૂંક થઈ હોવાથી તેમણે પોતાની વકીલાત પણ છોડી દીધી છે. તે સમયે તેમને 50 ટકા કરતાં વધુ મત પ્રાપ્ત થયા હતાં. ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસનાં અધ્યક્ષ ડી.એલ. કલહાને કહ્યું હતું કે, 'શૈલેષ વારાને પોતાના સારા કામકાજ છતાં હટાવવામાં આવ્યાં છે.'