Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 03:53:15 AM IST
 

હેરીબાદ બ્રિટનની પ્રિન્સેસ કેટ મિડલ્ટની ટોપલેસ તસવીરો પ્રકાશિત થઈ

Sep 14, 2012 World
 
Tags:   kate middleton Topless Britain Princess Duchess Prince William comment     E-Mail     Print    
 
Viewed: 14053
Rate: 2.3
Rating:
Read in English
Bookmark The Article

લંડન, તા. ૧૪

ફ્રાંસનાં એક મેગેઝિને ક્લોઝરે બ્રિટિશ શાહી પરિવારની વહુ કેટની ટોપલેસ તસવીરો પ્રકાશિત કરી છે. પ્રિન્સ વિલિયમની પત્ની ડચેઝ ઓફ કેમ્બ્રિઝ કેટ મિડલ્ટનની ટોપલેસ તસવીરોએ બ્રિટનમાં સનસનાટી ફેલાવી દીધી છે.

ફ્રાંસના ક્લોઝર મેગેઝિને આ તસવીરો એ વખતે ખેંચી હતી જ્યારે પ્રિન્સ વિલિયમ અને કેટ ગયા સપ્તાહે રાણીના ભત્રીજા લોર્ડ લિનલેના ફ્રાંસમાં આવેલા મહેલમાં રજાઓ ગાળી રહ્યાં હતાં. મેગેઝિન દ્વારા તસવીરોને ઝાંખી કરી દેવામાં આવી છે. મોટા લેન્સ દ્વારા લેવામાં આવેલી તસવીરો જોઈને ખબર પડે છે કે તે શાહી દંપતીની જ છે, જે હાલ એશિયાના પ્રવાસે છે. વિલિયમ અને કેટની તસવીરો ચાર પેજમાં છે. ઘણી તસવીરોમાં મિડલ્ટન ટોપલેસ એટલે કે અર્ધનગ્ન દેખાઈ રહી છે.

મલેશિયાની રાજધાની કુઆલાલુંપુરમાં નાસ્તાના સમયે તેમને પત્રિકાની તસવીરો છાપવાની યોજના અંગે જણાવવામાં આવ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે આ તસવીરો બ્રિટનનાં કેટલાંક અખબારોને પણ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, જો કે અખબારોએ આ તસવીરો લેવાનો ઇનકાર કરી દીધો હતો. અધિકારીઓનું કહેવું છે કે પોતાની પ્રાઇવસીનું ઉલ્લંઘન થવાને કારણે શાહી દંપતી ખૂબ જ દુઃખી અને નિરાશ થયું હતું. આમ છતાં પણ તેમણે એશિયાનો પ્રવાસ ચાલુ રાખ્યો છે.

પ્રિન્સ હેરી બાદ કેટની તસવીરો

બ્રિટનના શાહી પરિવારની વહુ કેટની તસવીરો એ સમયે સામે આવી છે જ્યારે થોડા દિવસો પહેલાં જ પ્રિન્સ વિલિયમ્સના નાના ભાઈ પ્રિન્સ હેરીની નગ્ન તસવીરો પ્રકાશનથી ખૂબ મોટો વિવાદ ઊભો થયો હતો. પ્રિન્સ હેરીની આ તસવીરો લાસવેગાસમાં ખેંચવામાં આવી હતી. એ તસવીરો સૌથી પહેલાં અમેરિકાની એક વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી હતી. આ વેબસાઇટ મનોરંજન અને ગપસપ જેવા સમાચારો પ્રકાશિત કરે છે.

દંપતીની કેસ દાખલ કરવા વિચારણા

વિલિયમ અને કેટ ફ્રાંસનાં મેગેઝિનમાં તસવીરો પ્રકાશિત થતાં ગુસ્સે થયાં છે. હાલ તેઓ ફ્રાંસનાં આ મેગેઝિન સામે કેસ દાખલ કરવા માટે વિચારી રહ્યાં છે. હવે વિલિયમ અને કેટ પાસે આ મામલે ક્યો વિકલ્પ ખુલ્લો છે તે અંગે શાહી પરિવારના અધિકારીઓ હાલ વકીલો સાથે ચર્ચા કરી રહ્યાં છે. બીજી તરફ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલો જનતા પર પણ છોડી દેવાય તેવી પણ શક્યતા છે.

ઓહ માય ગોડ !

World Exclusive; Kate and William in Provence: Oh My God! નાં ટાઇટલ હેઠળ ક્લોઝર મેગેઝિને ગ્રાહકોને તેનો આગામી અંક ખરીદવા માટે આમંત્રણ આપ્યું છે. વેબસાઇટ પર મેગેઝિનનું કવરપેજ મૂકવામાં આવ્યું છે, જેમાં કેટની બિકિની પહેરેલી અને ટોપલેસ તસવીરો છે. વેબસાઇટ પર દાવો કરાયો છે કે તેના અંકમાં ચાર પેજમાં કેટની ટોપલેસ તસવીરો છાપવામાં આવી છે.

Frankie Sanford danced for the crowd at the XL nightclub Frankie Sanford danced for the crowd at the XL nightclub

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com