Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 06:17:04 PM IST
 

ફિલ્મ રિવ્યૂ : બર્ફી

Sep 15, 2012 Entertainment > Review
 
Tags:   Review Barfi Movie Ranbir kapoor Priyanka chopra Bollywood Barfi comment     E-Mail     Print    
 
Viewed: 23232
Rate: 4.2
Rating:
Bookmark The Article

મુખ્ય કલાકારો : રણવીર કપૂર, પ્રિયંકા ચોપડા, ઈલિયાના ડિક્રૂઝ, સૌરભ શુક્લા, આશીષ વિદ્યાર્થી 

નિર્દેશક : અનુરાગ બાસુ

નિર્માતા : રોની સ્ક્રૂવાલા

સંગીત : પ્રીતમ ચક્રવર્તી

રેટિંગ :

સ્ટોરી :

ઘરનાં લોકોએ પ્રેમથી પોતાના પુત્રનું નામ મર્ફી (રણવીર કપૂર) રાખ્યું હતું, પરંતુ દાર્જિલિંગમાં દરેકના મોં પર મર્ફીનું નામ ક્યારે બર્ફી પડ્યું તે જાણી ન શકાયું. બર્ફી બોલી-સાંભળી નથી શકતો, પરંતુ આને લઈને તેને લઘુતાગંથ્રિ નથી. તે દરેકનો પ્રિય થઈ પડ્યો છે. ધનવાન ઘરની શ્રુતિ (ઈલિયાના)બર્ફીને ચાહવા લાગી છે. શ્રુતિની સગાઈ થઈ ચૂકી છે. તેની માતા (રૂપા ગાંગુલી) તેને સમજાવે છે. થોડી મુલાકાત પછી ઝિલમિલ(પ્રિયંકા ચોપડા) સાથે પણ બર્ફીના સારા સંબંધો બને છે. શ્રુતિ અને ઝિલમિલ બંનેને બર્ફી પોતાનો ખાસ મિત્ર માને છે. પછી અચાનક કંઈક એવું થાય છે કે બર્ફીને બેંકમાં ધાડ પાડવી પડે છે.


રિવ્યૂ :

'રૉકસ્ટાર' પછી એકવાર ફરી રણવીર કપૂર 'બર્ફી'માં સંપૂર્ણ રીતે છવાઈ જાય છે. આ ફિલ્મમાં રણવીરને જોઈને એકવાર તેના દાદા રાજ કપૂરની યાદ આવી જાય.

મૂક બધિર યુવક બર્ફીના રોલમાં રણવીર કપૂરે પોતાના અભિનયની શાનદાર છાપ છોડી છે. ફિલ્મના ઘણા સીનમાં તેને લૂક દાદા રાજકપૂરની યાદ અપાવે છે. પ્રિયંકા ચોપડાએ પણ ફરી પોતાની એક્ટિંગથી દર્શકોની ભરપૂર પ્રશંસા કરાવવામાં સફળ નીવડી છે. તો સાઉથની ફિલ્મોમાંથી આવેલી ઈલિયાએ પણ  ઠીક અભિનય કર્યો છે. સૌરભ શુક્લા અને આશીષ વિદ્યાર્થીએ પણ ખાસ્સા પ્રભાવિત કર્યા છે.

PHOTO GALLERY
Vilasrao Deshmukh
Vilasrao Deshmukh's last rites
Salman & Katrina on the set of Jalak
Salman & Katrina on the set of Jalak
Brooke Burke gets on her boogie board
Brooke Burke gets on her boogie board
૬૬માં રાષ્ટ્રીય આઝાદી દિવસની ગરિમાપૂર્ણ શાનદાર ઉજવણી
૬૬માં રાષ્ટ્રીય આઝાદી દિવસની ગરિમાપૂર્ણ શાનદાર ઉજવણી
Let
Let's know about birthday boy saif ali khan


ડાયરેક્શનની બાબતમાં અનુરાગ બાસુએ પોતાની સ્ક્રિપ્ટને ખાસ્સી હેંડલ કરી છે. વારંવાર સ્ટોરીને ફ્લેશબૅકમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો છે. બેંકની ધાડ સહિત ઘણાં સીન ઉત્તમ રીતે ફિલ્માવાયા છે. સંગીતની દ્રષ્ટિએ ફિલ્મના બે ગીતો ગણગણવા જેવા છે.

સ્વચ્છ ફિલ્મોના શોખીન હોવ તો બર્ફી તમારા માટે છે. મસાલા એક્શન અને હૉટ ફિલ્મોના આ સીઝનમાં તમને આ ફિલ્મ જરાપણ અપસેટ નહીં કરે. આ અઠવાડિયામાં તમારા કુટુંબ સાથે આ બર્ફીનો સ્વાદ કોઈપણ જાતના ખચકાટ વગર લઈ શકો છો. આ 'બર્ફી' ખૂબ સ્વાદિષ્ટ હોવા ઉપરાંત આનાથી કોઈ નુકસાન પણ નથી થવાનું. બર્ફી જોવી એટલે સારી  ફિલ્મોને પ્રોત્સાહન આપવું.

Guess who? A clean shaven Kunal Kapoor in Guess who? A clean shaven Kunal Kapoor in 'Luv Shuv Tey Chicken Khurana'
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com