Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 03:22:37 AM IST
 

કરિનાએ આખરે જાહેરમાં શર્મિલાને કહી દીધું કે..

Sep 16, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Kareena Kapoor Sharmila Tagore Karishma Kapoor Heroine comment     E-Mail     Print    
 
Viewed: 30118
Rate: 2.7
Rating:
Bookmark The Article

મુંબઈ, 16 સપ્ટેમ્બર

બોલિવૂડની હાલમાં ટોચ પરની અભિનેત્રી કરિના કપૂર અને અભિનેતા સૈફ અલી ખાનનાં લગ્નની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. જો કે આ બંને કલાકારોએ પોતાના લગ્ન વિશે કંઈપણ કહેવાનું અત્યાર સુધી ટાળ્યું છે. તેમ છતાં તાજેતરમાં જ કરિનાએ સૈફની માતા શર્મિલા ટાગોરને સાસુમા કહી દીધું હતું.

કરિના કપૂરે એક દૈનિક દ્વારા આયોજીત કરવામાં આવેલાં કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં કરિનાએ તમામ લોકોની સામે શર્મિલા ટાગોરને પોતાના 'સાસુ માં' કહીને સંબોધ્યાં હતાં. આ કાર્યક્રમમાં શર્મિલા ટાગોરની સાથે તેની પુત્રી સબા અલી ખાન, કરિનાની બહેન કરિશ્મા કપૂર અને ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ હાજર રહ્યાં હતાં.

આ કાર્યક્રમ દરમિયાન કરિનાએ શર્મિલાને 'મધર ઈન લૉ' કહ્યું અને તુરંત જ એન્કર વીર સાંઘવીએ કરિનાને પૂછ્યું કે, 'શું તમે શર્મિલાજીને મધર ઈન લૉ' કહ્યું, તો કરિનાએ જવાબ આપ્યો કે, 'હા, શા માટે ન કહું? હું જ્યારે પહેલી વાર સૈફને મળી હતી ત્યારે જ મેં સૈફ સાથે લગ્ન કરી લીધાં હતાં.'
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com