કોલંબો, તા. ૧૬
આઈસીસી દ્વારા સર્વશ્રેષ્ઠ વન-ડે ક્રિકેટર જાહેર થયા બાદ વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, મારી આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી તે બદલ મને આનંદ થયો છે. છેલ્લા એક વર્ષથી કરી રહેલા શાનદાર પ્રદર્શનનું ફળ મને મળ્યું છે. આ એવોર્ડથી મને પ્રેરણા મળશે અને શ્રેષ્ઠ દેખાવ કરવા આતુર બનીશ. હું કોઈ પણ વસ્તુ વિશે વધારે વિચારતો નથી.
સુપરસ્ટાર ખેલાડીઓની હાજરીમાં મારી પસંદગી કરે તે બદલ મને ગર્વ છે. ભારતની ટીમ માટે હજુ શ્રેષ્ઠ દેખાવ કરવા આતુર છું. વર્લ્ડકપમાં ભારતની ટીમ વિશે કોહલીએ જણાવ્યું હતું કે, ટ્વેન્ટી૨૦માં ભારતની ટીમ ઘણી મજબૂત છે. ભારત પાસે એકથી એક ચડિયાતા ક્રિકેટરો છે. જે કોઈ પણ ટીમ સામે જીતવા સક્ષમ છે. યુવરાજ પરત ફરતા ટીમમાં નવો જોશ આવ્યો છે. બેટિંગ ઉપરાંત બોલિંગ પણ ભારતની મજબૂત છે.