કુઆલાલુંપુર : 16, સપ્ટેમ્બર
ભારતીય મૂળના એક વકીલે પૂર્વ મિસ મલેશિયા નાડિયા હેંગને ૨૦૦ અમેરિકી ડોલર એટલે કે લગભગ ૧૧ હજાર રૃપિયામાં ખરીદી લીધી છે. આ ખરીદીને કારણે વકીલને નાડિયા હેંગ સાથે ડેટ પર જવાની તક મેળશે.
ઉંદીમસિયા સંસાધન કેન્દ્રના સુધાર માટે રૃપિયા મેળવવાના ઉદ્દેશ સાથે કરવામાં આવેલી હરાજીમાં હેંગ સહિત ૫ સ્થાનીય શખ્સો માટે બોલી લગાવવામાં આવી હતી, તેમાં ભારતીય મૂળના વકીલ દીપેન્દ્રરાયે પૂર્વ મિસ મલેશિયા માટે ૨૦૦ ડોલરની સૌથી ઊંચી બોલી લગાવી હતી.
હેંગે આ મામલે વાત કરતાં કહ્યું હતું કે તેને સારી બાબતો માટે પોતાની જાતને વેચવાનો કોઈ અફસોસ નથી. ૩૭ વર્ષીય દીપેન્દ્રે કહ્યું હતું કે તે પૂર્વ મિસ મલેશિયાને સરપ્રાઇઝ આપવા માગતા હતા. હેંગે કહ્યું કે તે રાય સાથે કેન્ડલ લાઇટ ડિનર અથવા રેસ્ટોરન્ટમાં ભોજન લેવા માટે જશે.