મુંબઈ, 17 સપ્ટેમ્બર
અભિનેતા ગોવિંદાની પુત્રી નર્મદા આહુજા પાસે ઘણી ફિલ્મોની ઓફર આવી છે પરંતુ તે ફિલ્મો અસ્વીકાર કરી રહી છે. આહુજાએ દાવો કર્યો છે કે તે આશરે ૪૦ જેટલી ફિલ્મો અસ્વીકાર કરી ચૂકી છે. નર્મદા બોલિવૂડમાં એન્ટ્રી કરવા માટે ઇચ્છુક છે પરંતુ વધુ સમય લઈ રહી છે. તાજેતરના એક કાર્યક્રમ દરમિયાન નર્મદાએ વિગતવાર માહિતી આપી હતી. તેનું કહેવું છે કે પોતાના ભાવિને લઈને તે ખૂબ જ સજાગ છે. યોગ્ય પ્રોજેક્ટ યોગ્ય લોકો સાથે શરૃ કરવા તે ઇચ્છુક છે. પરિવારની પ્રતિષ્ઠાને ધ્યાનમાં લઈને તે આગળ વધશે.
ઉતાવળમાં કોઈપણ ફિલ્મો સ્વીકારવા માટે તૈયાર નથી. આ જ કારણસર તે ઘણી ફિલ્મોની ઓફર અસ્વીકાર કરી રહી છે. ઘણી ફિલ્મોની ઓફર તેને કરવામાં આવી ચૂકી છે. થોડાક સમય પહેલાં તેને લઈને એક ફિલ્મ બનાવવાની તૈયારી હાથ ધરવામાં આવી રહી હતી જેમાં વિજેન્દ્રની ભૂમિકા હતી પરંતુ આ પ્રોજેક્ટ આગળ વધી શક્યો નથી. નર્મદા પોતાની ફિટનેશને જાળવી રાખવા માટે ઉત્સુક છે.
૨૧ વર્ષીય નર્મદા આહુજાને કોઈ મોટા અભિનેતા સાથે લઈને ફિલ્મમાં લોંચ કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. નર્મદાએ કિશોર નામિત કપૂર ઇન્સ્ટીટયૂટમાંથી એક્ટિંગ કોર્સની પૂર્ણાહુતી કરી દીધી છે. લંડન ફિલ્મ ઇન્સ્ટીટયૂટમાં પણ તે ટ્રેનીંગ લઈ ચૂકી છે. તે પોતાની કુશળતાને વધુ વધારવામાં વ્યસ્ત છે. દરરોજ બે કલાક ડાન્સમાં પ્રેક્ટીસ કરી રહી છે. નર્મદા સૌથી પહેલાં વર્ષ ૨૦૦૭માં એવોર્ડ કાર્યક્રમમાં સલમાન સાથે નજરે પડી હતી. સલમાન સાથે જ ફિલ્મમાં લોચ કરવાની એક વખતે તૈયારી હાથ ધરવામાં આવી હતી. સોનાક્ષી બાદ હવે તેની એન્ટ્રીની ઉત્સુકતાથી રાહ જોવામાં આવી રહી છે.