Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 05:02:25 AM IST
 

રોસ્ટેડ પીપર સૂપ

Sep 17, 2012 Special > Recipes
 
comment     E-Mail     Print    
 
Viewed: 1784
Rate: 0
Rating:
Bookmark The Article

સૂપ
સામગ્રી
  • લાલ કેપ્સિકમ - ૫ નંગ
  • પીળાં કેપ્સિકમ - ૨ નંગ
  • ડુંગળી - ૧ નંગ
  • લસણ - ૪ કળી
  • મેંદો - ૧ ટેબલસ્પૂન
  • વેજિટેબલ સ્ટોક - ૫ કપ
  • મીઠું - સ્વાદ પ્રમાણે
  • ખાંડ - ૧ ટીસ્પૂન
  • બ્લેક પીપર પાઉડર - ૧/૨ ટીસ્પૂન
  • તુલસીનાં પાન - ૫ નંગ
રીત
  • કેપ્સિકમમાં એક સળી નાખી તેને ધીમા તાપે શેકી લો.
  • ત્યારબાદ તેને ઠંડા કરી તેની છાલ કાઢી અધકચરા વાટી લો.
  • એક નોનસ્ટિક કડાઈમાં ડુંગળી અને લસણને એક મિનિટ સુધી શેકી તેમાં મેંદો મિક્સ કરો.
  • ત્યારબાદ તેમાં એક કપ વેજિટેબલ સ્ટોક, કેપ્સિકમ અને ૨થી ૩ પાંદડાં તુલસીનાં નાખી મિક્સ કરી બાફી લો.
  • હવે તેને ઢાંકીને ૩થી ૪ મિનિટ પકવો.
  • તે ઠંડું થાય એટલે તેને બ્લેન્ડ કરી પ્યુરી બનાવી લો.
  • હવે તેમાં બાકીનો વેજિટેબલ સ્ટોક, મીઠું, ખાંડ અને બ્લેક પીપર પાઉડર નાખી બેથી ૩ મિનિટ પકવો.
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com