લંડન, 17 સપ્ટેમ્બર
ક્રિસ્ટીન સ્ટીવર્ટે કહ્યું છે કે તેની આગામી ફિલ્મ 'ઓન ધ રોડ'માં તે ટોપલેસ જોવા મળશે. આ સીન કરતી વખતે તેને ખૂબ જ તકલીફ પડી હતી, પરંતુ ફિલ્મના નિર્દેશક વોલ્ટર સેલેસની કુશળતાના કારણે તેને આ સીન કરવામાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડયો નહોતો અને તે સરળતાથી આ સીન કરી શકી હતી. ૨૨ વર્ષીય અભિનેત્રીએ કહ્યું છે કે નિર્દેશક વોલ્ટર સેલેસ સામે કોઈપણ નાનકડી ભૂલ ચાલી શકે તેમ નથી.
તે કોઈપણ દૃશ્યમાં નાની ભૂલ પણ ચલાવી લેતા નથી. વોલ્ટરે તેને આ દૃશ્ય અંગે સંપૂર્ણપણે માહિતગાર કરી હતી અને તરફથી યોગ્ય માહિતી આપવામાં આવ્યા બાદ તે પોતાના સીનને સફળ રીતે ભજવવામાં સફળ રહી હતી. ક્રિસ્ટીન સ્ટીવર્ટનું કહેવું છે કે નવી ફિલ્મમાં તે સંપૂર્ણપણે ટોપલેસ દેખાશે. ઓન ધ રોડ ફિલ્મ ટૂંક સમયમાં જ રજૂ થનાર છે.