Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 08:14:57 AM IST
 

લાઇફ પાર્ટનરની બેડ હેબિટથી પરેશાન છો?

Sep 17, 2012 Supplements > Nari
 
comment     E-Mail     Print    
 
Viewed: 8406
Rate: 5.0
Rating:
Bookmark The Article

કવર સ્ટોરી - તૃપ્તિ ભટ્ટ

જેવી રીતે સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ જરૂરી છે તેવી જ રીતે થોડા ખટ્ટા મીઠ્ઠા ઝઘડા પણ પતિ પત્નીના સંબંધોને વધુ જીવંત અને મજેદાર બનાવે છે. પતિ પત્નીના સંબંધમાં થતી પરસ્પરની નોકઝોકથી સંબંધ વધુ મજબૂત બને છે પણ જ્યારે આ નોકઝોકનું પ્રમાણ વધી જાય છે ત્યારે આ ખટ્ટા મીઠ્ઠા ઝઘડા સંબંધોમાં ખટાશ ભરી દે છે આશ્ચર્યની વાત તો એ છે કે આ ઝઘડાનું મુખ્ય કારણ લાઇફ પાર્ટનરની અમુક સામાન્ય કુટેવો હોય છેજે ક્યારેક મૂડ ઓફ કરી દે છે તો ક્યારેક સંબંધમાં કડવાશ ભરી દે છે. તો ચાલો આજે લાઇફ પાર્ટનરની બેડ હેબિટ સાથે કેવી રીતે ડીલિંગ કરવું તે વાતને

સમજી લઈએ

નિધિઃ કેમ શું થયું છે? કેમ આજે મૂડ ઓફ છે? સાંજે તો તું બહુ જ ખુશ હતીને કહેતી'તી કે આજે તો મારે મારા હસબન્ડ સાથે ફિલ્મ જોવા જવાનું છે કેમ પછી કાલે નહોતાં ગયાં?

કિરણ : અરે, વાત જ ન કર, હું તને શું કહું મેહુલની અમુક આદત એવી છે કે હું તો તેને સમજાવીને થાકી પણ તે સમજતો જ નથી. કાલે એમની એ આદતને લઇને જ અમારા બંને વચ્ચે ખૂબ જ ઝઘડો થયો અને બંનેનો મૂડ ઓફ થઇ ગયો તો જવાનું કેન્સલ થઇ ગયું.

નિધિ : કઈ આદતને લઈને તું પરેશાન છો?

કિરણઃ અરે, કાલ મેં ઘસી ઘસી ફિનાઇલ નાખીને પોતું માર્યું પણ એમને એવી આદત છે કે તે શૂઝ પહેરીને જ હોલ સુધી પહોંચી જાય. મને બહુ ગુસ્સો આવ્યો અને એ સારા મૂડમાં હતા ને મેં અમનો મૂડ ઓફ કરી દીધો બસ પછી તો ફિલ્મ જોવા જવાનું પણ કેન્સલ થઇ ગયું.

નિધિ : અરે, મારે પણ મારા હસબન્ડ સાથે આવી ખોટી આદતને લઈને ખૂબ જ ઝઘડો થાય છે. એમની એવી આદત છે કે બહારથી આવે ને ગમે તેટલાં ગંદાં કપડાં હોય ચેન્જ કરીને તે સીધો જ બેડ પર ફેંકે અને સવારે સાત વખત તેને જગાડવાની કોશીષ કરું ત્યારે તે મહાશય જાગે. મને એ જરાય ન ગમે. અમારે પણ આવી નાની વાતોને લઈને આખો દિવસ કચકચ ચાલ્યા કરતી હોય છે. કિરણ, મને એ દિવસો યાદ આવે છે કે એન્ગેજમેન્ટ થયાં ત્યારે મળવા માટેનાં કેવાં કેવાં બહાનાં શોધતા અને થોડો સમય સાથે રહેવાનું મળતું તો એ સમય પ્રેમભરી વાતોમાં જ સ્પેન્ડ થતો અને હવે સાથે જ રહીએ છીએ તો એ જ વ્યક્તિ સાથે ક્યારેય સારો સમય પસાર કરી શકાતો નથી, બસ એકબીજાની ખામી અને કુટેવોને લીધે ઝઘડા થાય છે. કિરણ, મને તો એ જ સમજાતું નથી કે વર્ષો સુધી સાથે રહ્યાં. એકબીજાના ગમા-અણગમાથી પરિચિત હોઈએ પછી આવું કેમ થાય છે?

કિરણ અને નિધિ જેવી ગડમથલો અને રકઝક તમારી મેરિડ લાઇફને કંટાળાથી ભરી દેતી હોય તો થોડા સાવધાન થઇને વહી જતા સુંદર સમયને કેવી રીતે યાદગાર બનાવી શકાય તે વિશે થોડી સમજણથી વિચારવાથી જરૂર છે. મોટા ભાગે દાંપત્યજીવનમાં ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરવાનો હોય તેને બદલે તે સમય ખોટી રકઝકને લીધે કડવાશથી ભરાઈ જાય છે. આવા નાના નાના ઝઘડા ક્યારેક જીવનની સુંદર ઘડીઓને છીનવી લે છે અને દાંપત્યજીવન કલહ કંકાસથી ભરાઈ જાય છે. તો એક વાત જાણી લો કે પતિ-પત્નીની વચ્ચે કેવાં નજીવાં કારણો અને એકબીજાની કુટેવને લીધે ઝઘડા થતાં હોય છે. પતિને ટીવીનું વોલ્યૂમ હાઈ રાખવાની આદત હોય અને પત્નીને આ વાત ન ગમે. પતિને ઓફિસથી આવીને ગંદાં મોજાં જ્યાં ત્યાં ફેંકી દેવાની આદત હોય આ કુટેવથી પત્ની નારાજ થઈ જાય.

પત્નીને તૈયાર થવામાં ટાઇમ લાગે અને પતિ નારાજ થઇ જાય. તો બસ આવાં નજીવાં કારણો જો આપની મેરેજ લાઇફને પણ ડિસ્ટર્બ કરી રહ્યાં હોય તો લાઇફ પાર્ટનરની ખામી અને કુટેવ સાથે કેવી રીતે ડીલિંગ કરવું તે સમજી લઈએ.

માનસિકતા બદલો

પતિ અને પત્નીમાં એક માનસિકતા સામાન્ય હોય છે. બંને એવું ઇચ્છતાં હોય છે કે મારો પતિ કે મારી પત્ની મારી સાથે મને ગમતું વર્તન કરે. આ જ માનસિકતા જ્યારે વિપરીત હકીકત સાથે અથડાય છે ત્યારે ઝઘડા શરૂ થાય છે. પત્ની સ્વચ્છતાની આગ્રહી હોય અને પતિને એ વધુ પડતું ચોખલિયાપણું ગમતું ન હોય તો આમ વિપરીત નેચરને લીધે અને આદતોને લીધે દાંપત્યજીવનની સોનેરી ઘડીઓ અર્થહીન દલીલોમાં પસાર થઈ જાય છે. આ બધી જ બાબત કરતાં પ્રેમભર્યો એકબીજાનો સંગાથ મહત્ત્વનો છે. દાંપત્ય જીવનની સાચી મજા સારો ભાવનાસભર સમય વિતાવવામાં જ છે અને એ ત્યારે જ શક્ય બને જ્યારે બંને વિપરીત નેચર ધરાવતી વ્યક્તિ પરસ્પર સમજદારીપૂર્વક વર્તે.

ઇગો ન રાખો

ઘણી વાર ઇગો પ્રોબ્લેમ પણ કુટેવોને સુધારવાને આડે આવતો હોય છે. લાઇફ પાર્ટનરને ગમતું વર્તન કરવામાં પોતાની વ્યક્તિગત રીતભાતને ત્યજવી પડે છે. વર્ષોથી જે ટેવ હોય તે છોડવી નથી ગમતી હોતી. લાઇફ પાર્ટનરને ગમતું કરવાથી તેમનો અહં ઘવાતો હોય તેવું લાગતું હોય છે ત્યારે જો લાઇફ પાર્ટનર આપની કુટેવથી પરેશાન હોય તો જીવનસંગિનીને અનુકૂળ થવા માટે થોડું ઘણું એડજસ્ટ થવા માટે અહંને વચ્ચે ન લાવો.

ખામીની સાથે ખૂબીને પણ જુઓ

કોઈ માણસ સંપૂર્ણ નથી હોતો. દરેક વ્યક્તિમાં કોઇ ને કોઇ ખામીઓ હોય જ છે. ખામીને સેન્ટ્રલાઇઝ ન કરો. ખામીને લઈને તેમને વારંવાર ટોર્ચર ન કરો. ખામીની સાથે આપના લાઇફ પાર્ટનરમાં અન્ય ખૂબીઓ પણ હશે જ. તો આ ખૂબીઓની પ્રસંશા કરો. તેમની વિશેષતાને એપ્રિસિએટ કરો જેથી તેમને પણ આપોઆપ તેમની કુટેવો સુધારવાની ઇચ્છા થશે.

ખામીને સ્વીકારો

તમે જેને પ્રેમ કરો છો તેમના વ્યક્તિત્વનો સંપૂર્ણ સ્વીકાર કરો. તેમની ખામીને પણ સ્વીકારવાની માનસિકતા રાખો. આ પ્રકારની મેન્ટાલિટીથી લાઇફ પાર્ટનરનો સ્વીકાર કરવામાં આવે તો પછી તેમની ખોટી આદતોને લઇને ઝઘડા થવાનું પ્રમાણ ઘટી જાય છે. વ્યક્તિગત મર્યાદાઓ બધામાં હોય છે જેને યોગ્ય રીતથી દૂર કરી શકાય છે.

પ્રેમથી સુધારો

કુટેવને સુધારવાની પણ એક પદ્ધતિ હોય છે. કુટેવને સુધારવા માટે તમે વારંવાર દલીલો કરશો કે ઉહાપોહ કરશો તો તેમની કુટેવોમાં કોઇ પણ ફરક નહીં પડે પણ તમારો કહેવાનો ટોન બદલો. તમે જે કામ તમારા લાઇફ પાર્ટનર પાસે કરવા માગો છો તે કામ માટે ઓર્ડરનો ટોન ન રાખો પણ વિનંતીના ટોનથી તેમની પાસે એ કામ કરાવશો તો તે બહુ પ્રેમથી પોતાની કુટેવ સુધારી લેશે.

કમ્યુનિકેશન ન ટાળો

વિવાદ અને મતભેદની વચ્ચે સંબંધોમાં ક્યારેય કમ્યુનિકેશન ન ટાળવું જોઇએ. ઘણી વખત એવું બનતું હોય છે કે પતિ-પત્નીમાં એકબીજાની આદતો ન ગમતી હોવાથી ખૂબ જ ઝઘડા થાય છે અને પછી તોફાન બાદની શાંતિ જેવું વાતાવરણ છવાઈ જાય છે. બંને વચ્ચે કમ્યુનિકેશન સદંતર બંધ કરી દેવાથી સંબંધોમાં ગલતફહમી વધે છે. મતભેદને એકબીજા સાથે વાત કરીને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઇએ તેમજ તેમની અમુક ખોટી આદતે લીધે કેવી મુશ્કેલી કે તકલીફ થાય છે તે પણ સમજાવવું જોઇએ. આ બધું જ કમ્યુનિકેશનથી જ શક્ય બને છે પણ જો નાની વાતને મોટું સ્વરૂપ આપીને કમ્યુનિકેશન બંધ કરી દેવામાં આવે તો સંબંધોમાં આત્મીયતા ઘટે છે અને દૂરિયાં વધે છે.

સ્વભાવમાં બાંધછોડ કરો

આપણી ગમતી વ્યક્તિને ગમતું કંઈ પણ કરવાનું થાય તો જીદ છોડીને તેને ગમે તેવું વર્તન પણ કરી લેવું જોઇએ. તમારા સ્વભાવ પ્રમાણે કદાચ તમને આવું કરવું થોડો સમય નહીં ગમે પણ તમારા આવા વર્તનથી તમારો લાઇફ પાર્ટનર ખુશ થઇ જશે તો તમને તમારા સ્વભાવ વિરુદ્ધ કંઈ પણ કર્યાનો ભાર નહીં લાગે. ઊલટાનું તમને તમારા લાઇફ પાર્ટનરની ખુશી માટે આવું કરવાથી મનને એક પ્રકારની સંતુષ્ટિ મળશે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com