Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 06:30:11 AM IST
 

ઉધનામાં રહેતા ઉડિયા યુવાનને ભેસ્તાન નજીક ચપ્પુના ઘા મારી લૂંટી લેવાયો

Sep 18, 2012 Surat > Surat City
 
Tags:   local news comment     E-Mail     Print    
 
Viewed: 218
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત તા.૧૭

ઉધનાના યુવાન પર ભેસ્તાનમાં કારખાના બહાર બે યુવાનોએ ચપ્પુ વડે હુમલો કરી લૂંટ ચલાવી હતી. યુવાનને સારવારાર્થે સિવિલ ખસેડાયો હતો. બનાવ અંગે પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

નવી સિવિલ હોસ્પિટલનાં સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે ઉધનામાં આશનગર ખાતે રહેતો પ્રતાપ બહેરા (૨૮) ભેસ્તાનમાં આશીર્વાદ ઇન્ડસ્ટ્રિયલમાં આવેલા લૂમ્સના કારખાનામાં કામ કર છે. ગત રાત્રે તે કારખાના બહાર ઊભો હતો ત્યારે બે શખ્સો તેના તરફ ધસી આવ્યા હતા. બંનેએ ચપ્પુ વડે પ્રતાપ પર હુમલો કર્યો હતો અને રોકડા રૂ. ૮૦૦ અને મોબાઇલની લૂંટ ચલાવી તેઓ ભાગી ગયા હતા. પ્રતાપને સારવારાર્થે સિવિલ ખસેડાયો છે. જ્યાં તેની હાલત સુધારા પર હોવાની જાણવા મળ્યું છે. પાંડેસરા પોલીસે આ કેસમાં જૂની અદાવતમાં હુમલો થયાનું જણાવ્યું હતું.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com