Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 12:10:58 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
Breaking News વડાપ્રધાન બપોરે 2 વાગે ઉત્તરાખંડની મુલાકાત લેશે
 

રાજકોટમાં ભાજપ સાંસદ સિધ્ધુના પૂતળાનું દહન

Sep 20, 2012 Rajkot > Rajkot City
 
comment     E-Mail     Print    
 
Viewed: 613
Rate: 0
Rating:
Bookmark The Article

રાજકોટ, તા.૧૯

રાજકોટમાં વિવેકાનંદ વિકાસ પરિષદમાં વડાપ્રધાન મનમોહનસિંહ સામે બફાટ કરનાર પૂર્વ ક્રિકેટર અને ભાજપના સાંસદ નવજોતસિંહ સિધ્ધુનું પૂતળું આજે રાજકોટ ખાતે બાળવામાં આવ્યું હતું. કરણપરાખાતે કોંગ્રેસના ફરિયાદ સેલ દ્વારા નવજોતસિંહ સિધ્ધુ સામે સુત્રોચ્ચાર સાથે પૂતળાદહન કરવામાં આવ્યું હતું.

  • વડાપ્રધાન સામે બફાટ કરનાર
  • કોંગ્રેસ ફરિયાદ સેલનો કાર્યક્રમ, પાંચની અટકાયત

આ કાર્યક્રમમાં પોલીસે ફરિયાદ સેલના પાંચ આગેવાનોની અટકાયત કરી હતી. રાજકોટ ખાતે નવજોતસિંહ સિધ્ધુએ મનમોહનસિંહ અસરદાર સરદાર નથી. તેમ, જણાવ્યું હતું. તેમજ મનમોહનસિંહને ગાંધીજીના મુંગા વાંદરા સાથે સરખાવીને   અપમાનીત કર્યા હોઈ કોંગ્રેસે ભાજપના સાંસદ નવજોતસિંહ સિધ્ધુ સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો.

તેમણે દેશના વડાપ્રધાનનું અપમાન કરનાર સાંસદ સિધ્ધુને જોકર સાથે સરખાવ્યો હતો. કરણપરામાં કોંગ્રેસના ફરિયાદ સેલ દ્વારા સિધ્ધુના પૂતળાનું દહન કરીને વિરોધ પ્રદર્શીત કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, નવજોતસિંહ સિધ્ધુની વેલ્યું કોમેડી કાર્યક્રમના જોકરથી વિશેષ નથી. ભાજપના પ્રચાર માટે તે જોકરવેડા કરતો રહે છે જેની અસર લોકમાનસમાં કોઈ વેલ્યુ નથી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com