લંડન 20, સપ્ટેમ્બર
બ્રિટનની એક મહિલા સૈનિકે અપઘાનિસ્તાનના નાટોની એ સૈન્ય છાવણીમાં બાળકને જન્મ આપ્યો છે, જેના પર થોડા દિવસ પહેલા તાલિબાનીઓએ હુમલો કર્યો હતો.
બ્રિટિશ મીડિયામાં કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનના હેલમંદ વિસ્તારમાં સ્થિત કેમ્પ બેસ્ટનમાં મંગળવારે બાળકને જન્મ આપ્યો હતો. 14 સપ્ટેમ્બરે તાલિબાન દ્વારા આ છાવણી પર કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં અમેરિકાના બે મેરિન સૈનિક મરી ગયા હતા અને સંપત્તિને પણ ઘણું નુકશાન થયું હતું. આ છાવણીમાં પ્રિસ હેરી પણ હાજર હતા.
હાલમાં બાળકની હાલત સ્થિર બતાવવામાં આવી રહી છે અને ઓક્સફર્ડ હોસ્પિટલમાં વિસેષજ્ઞ પહોંચે તેની રાહ જોવાઈ રહી છે. ત્યારબાદ તેમને બ્રિટન લઈ જવામાં આવશે.