હિસાર 20, સપ્ટેમ્બર
હરિયાણાના મોહિસાર જીલ્લાના ડાબડા ગામમાં પોતાની છોકરી પર થયેલા સામુહીક બળાત્કારથી પરેશાન થયેલા એક પિતાએ ઝેર પીને જીવન ટુંકાવી દીધું.
પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર કૃષ્ણની છોકરી સાથે નવ સપ્ટેમ્બરે છ યુવકોએ સામુહિક બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ આ ઘટનાના આઘાતથી તે ગુમસુમ રહેવા લાગ્યો હતો અને સમાજમાં પોતે શરમીંદા બનશે તેવા ડરથી તેણે મંગળવાર રાત્રે ઝેર પીને જીવન ટુંકાવી દીધું. આ બાબતે પોલિસે આઠ યુવકો સામે એફઆરઆઈ નોંધી તપાસ હાથ ધરી દીધી છે.
સરકારી સ્કૂલમાં 12માં ધોરણમાં અભ્યાસ કરતી તેની બેટી નવ સપ્ટેમ્બરે પોતાના મામાના ઘરે જવા માટે બપોરે ગામમાંથી રિક્ષામાં બેસી નીકળી. જ્યારે તે બાલસમંદ નહેરના નજીક ઉતરી તો તેને ગામનો છોકરો મહેન્દ્ર મળી ગયો. જેથી તે તેના બાઈક પર બેસી ગઈ. મહેન્દ્ર તેને સાતરોડમાં એક સુમસામ જગ્યા પર લઈ ગયો અને ત્યાં તેના પર હવસખોરોએ સામુહીક બળાત્કાર કર્યો. ત્યારબાદ આરોપીઓએ તેને એક ગોળી પણ ખવડાવી દીધી અને કોઈને બતાવીશ તો જાનથી મારી નાખીશું તેવી ઘમકી આપી છોડી મુકી.
તે અન્ય એક સારા માણસની મદદથી પોતાના ગામ પાછી આવી ગઈ પરિવારના લોકોએ તેને પાછા આવી જવાનું કારણ પણ પુછ્યું પરંતુ તે ગુમસુમ રહેવા લાગી અને બે દિવસ સુધી સ્કૂલમાં પણ ન ગઈ. પિતાને જ્યારે ગેગરેપની જાણકારી મળી તો તે સહન ન કરી શક્યા અને સાંજે પહેલા દારૂ પીધો ત્યારબાદ રાત્રે ઝેર પી જીવનનો અંત લાવી દીધો. આ માંમલે ગામની પંચાયત એસપીને મળી અને આરોપીઓની ઝડપીમાં ઝડપી ધરપકડ થાય તેવી માંગ કરી.