Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 05:24:27 AM IST
 

પેરીસ ફેશન શો ‘પરદે કે પીછે’

Sep 20, 2012 Entertainment > Hollywood
 
Tags:   Fashion Paris Week Model Stage Back Stage comment     E-Mail     Print    
 
Viewed: 3652
Rate: 3.0
Rating:
Bookmark The Article

ફેશન શોનું નામ પડતા જ આંખો સામે રેમ્પ પર વૉક કરતી સુંદર અને આકર્ષક મોડેલો દેખાવા લાગે. ફેશન એ વ્યક્તિનાં જીવનમાં ખાસ મહત્વ ભજવે છે, જેથી મોટાભાગનાં દેશોમાં ફેશન વીકનું આયોજન કરવામાં આવે છે. ભારતમાં પણ લેક્મ ફેશન વીક ખૂબ પ્રખ્યાત છે, જેમાં અત્યાર સુધી મોડેલની સાથે અબિનેત્રીઓ પણ વૉક કરી ચૂકી છે. એ જ રીતે પેરિસમાં પેરિસ ફેશન વીક, મેડ્રિડ ફેશન વીક, બર્લિન ફેશન વીક, લંડન ફેશન વીક વગેરે ફેશન શો પ્રખ્યાત છે. આ ફેશન શોમાં ફેશન ડીઝાઈનરને પોતાની લેટેસ્ટ અને એકદમ અલગ જ ફેશન બતાવવાનો મોકો મળી રહેતો હોય છે. આવાં ફેશન શૉ નાં કારણે ફેશન ડિઝાઈનર દેશ અને દુનિયામાં પ્રસિદ્ધિ મેળવે છે અને તેની સાથે તેની ડિઝાઈન તરફ પણ લોકો આકર્ષાય છે.

તો દેખીતી વાત છે કે પ્રસિદ્ધિ મેળવવા અને પોતાનો હુન્નરને વિશ્વ સમક્ષ મુકવા ફેશન ડીઝાઈનરને સખત મહેનત કરવી પડે છે, પરંતુ તેની આ મહેનતથી પણ વિશેષ મહેનત બેક સ્ટેજ આર્ટિસ્ટોએ કરવી પડે છે. જેમણે મોડેલોને તૈયાર કરવી, તેમના કૉસ્ચ્યૂમ તૈયાર કરવા, મોડેલોના ક્રમ નક્કી કરવા જેવા અનેક કામો કરવાનાં હોય છે અને આ બધા કામો માટે સમય ખૂબજ ઓછો હોય છે. કઈક આવાં જ પેરિસનાં ફેશન વીકમાં પરદા પાછળનાં દ્રશ્યો આપણે નિહાળીશું.























 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com