Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 01:37:52 PM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

ગણેશજીને પ્રસન્ન કરવાનો આ રહ્યો સરળ ઉપાય

Sep 20, 2012 Offbeat
 
Tags:   Special day Ganesh chaturthi Spiritual Ganeshji Astrology Zodiac Hindu Religion Spiritual tips Astrology tips Sri ganesh Ganesh Tips Ganpati Ganesha Special comment     E-Mail     Print    
 
Viewed: 3177
Rate: 0
Rating:
Bookmark The Article

મુંબઈ, તા. 20

હિન્દુ ધર્મશાસ્ત્રોમાં કહેવાયું છે તે મુજબ, પ્રથમ પૂજ્ય દેવતા શ્રી ગણેશ બુદ્ધિ, શ્રી એટલે કે સુખ-સમૃદ્ધ અને વિદ્યાના દાતા છે. ગણપતિની ઉપાસના અને સ્વરૂપ મંગળકારી માનવામાં આવે છે. 'ગણેશ'ના નામનો શાબ્દિક અર્થ છે ભયાનક અથવા ભયંકર હોય છે. કારણ કે ગણેશની શારીરિક રચનામાં મુખ હાથીનું તો ધડ પુરુષનું છે. સાંસારિક દ્રષ્ટિથી આ વિકટ સ્વરૂપ માનવામાં આવે છે. જો કે એ વાત પણ સત્ય છે કે ધર્મ અને અધ્યાત્મની દ્રષ્ટિએ આમાં અનેક ગૂઢ સંદેશ છૂપાયેલા છે.

તમને જણાવી દઈએ કે ભગવાન શ્રીગણેશજીને ખુશ કરવા ખૂબ સરળ છે. જેમ ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માચે કોઈ ચીજની જરૂર નથી રહેતી, ઠીક એવી રીતે ભગવાન ગણેશજીને પ્રસન્ન કરવા માટે કોઈ ખાસ સામગ્રીની જરૂર નથી. શ્રીગણેશતો પોતાના ભક્તોની ભક્તિ અને શ્રદ્ધા જોઈને જ પ્રસન્ન થઈ જાય છે. જે ભક્ત તેમની પ્રત્યે જેટલી શ્રદ્ધા રાખે છે ગણપતિ તેની પર તેટલી કૃપા રાખે છે. આજે અહીં કેટલાક સરળ ઉપાય બતાવીએ છીએ જેનાથી તમે શ્રીગણેશને પ્રસન્ન કરી શકો છો.

આ રહ્યો સરળ ઉપાય-
ગણેશજીને ખુશ કરવાનો સૌથી સસ્તો ઉપાય છે દૂર્વાથી ગણેશજીની પૂજા કરવી. ગણેશજીને દૂર્વા એટલે પ્રિય છે કારણ કે દૂર્વામાં અમૃત હોય છે. ગણપતિ અથર્વશીર્ષમાં કહેવાયું છે કે જે વ્યકિત ગણેશજીની પૂા દૂર્વાથી કરે છે તે કુબેરની સમાન થઈ જાય છે. કુબેરનો સામાનનો અર્થ છે કે વ્યકિતની પાસે ધન, ધાન્યની અછત નથી રહેતી. પંચામૃતમાં એક અમૃત ઘી હોય છે. ઘીને પૃષ્ટિવર્ધક અને રોગનાશક કહેવાયું છે. ભગવાન ગણેશજીને ઘી ખૂબ પ્રિય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યકિત ગણેશજીની પૂજા ઘીથી કરે છે તેની બુદ્ધિ પ્રખર થાય છે.

આ સિવાય ગણેશજીને પ્રસન્ન કરવા માટે બીજો સરળ ઉપાય છે મોદકનો ભોગ. ગણપતિ અથર્વશીર્ષમાં લખ્યું છે કે, જે વ્યકિત ગણેશજીને મોદકનો ભોગ ધરાવે છે ગણપતિ તેનું મંગળ કરે છે. મોદકનો ભોગ ધરાવનારની તમામ મનોકામના પૂર્ણ થાય છે.

O Ganesha, avert this environmental catastrophe! O Ganesha, avert this environmental catastrophe!


આ ન્યૂઝ પર પણ કરો નજર:
સુખ-સમૃદ્ધિ તમે ઈચ્છતા હોવ તો કરો, શ્રી ગણેશના આ રૂપોની પૂજા!
હિન્દુ ધર્મ શાસ્ત્રો પ્રમાણે પ્રથમ પૂજ્ય દેવતા શ્રી ગણેશ છે કારણ કે ગણેશજી બુદ્ધિ, સુખ, સમૃદ્ધિ અને વિદ્યાના દાતા છે. તેમની ઉપાસના અને સ્વરૂપ મંગળકારી માન...

આ ગણપતિ દાદા પર્યાવરણ બચાવવામાં કરશે ખૂબ મદદ!
ભગવાન ગણેશની મૂર્તિઓ જળમાં વિસર્જિત કરવાથી પર્યાવરણને થનાર નુકસાનથી હવે ડરવાની કોઈ જરૂર...

ઘરમાં વાસ્તુ દોષ નડતો હોય તો આ રહ્યો તેને ઉકેલ
તમામ શુભ કાર્યમાં સૌ પ્રથમ ગણેશજીની પૂજા કરવી અનિવાર્ય છે. તેવી રીતે ઘરમાં કોઈ વિઘ્ન કે હાનિ થતી હોય તો વાસ્તુની સમસ્યા હોઈ શકે છે, જેથી કરીને ગણેશજીની આરાધના...

ભાગ્ય સાથ ન આપી રહ્યું હોય તો કરો આ સરળ ઉપાય
દરેક માનવી એવું ઈચ્છે છે કે તેને ધન, સંપત્તિ અને માન-સન્માન મળે. આ માટે તેઓ દિવસ-રાત સતત મહેનત કરે છે જેમાં કેટલાક સફળ થાય છે તો કેટલાક નિષ્ફળ થાય છે. જો ...

ગણેશ ચતુર્થી વિશેષ: 27 વર્ષ પછી સર્જાશે આવો અદભુત સંયોગ
ગણેશ ચતુર્થીના દિવસે બુધવારનો મધ્યાન્હનો સમય મહત્વપૂર્ણ છે, તો આ સમયે ગણપતિની પૂજાની સાથે સાથે સુખ-સમૃદ્ધિના મહત્વપૂર્ણ સંયોગમાં ગણપતિ સ્થાપન કરી શકાય....

ગણેશ ચતુર્થી વિશેષ: જાણો ગણેશજીના મોટા પેટનું આધ્યાત્મિક રહસ્ય
આજે ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થી છે. હિંદુઓના આદિ દેવ ભગવાન ગણેશ તમામ દેવોમાં પ્રથમ પૂજનીય છે અને તમામ શુભકાર્યોની પહેલા તેમની પૂજા કરવામાં
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com