Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 12:25:37 AM IST
 

બિલ કિલન્ટન અને મોનિકાના પ્રેમપત્રો હવે પુસ્તકમાં...

Sep 20, 2012 World
 
Tags:   Monica Lewinsky Bill Clinton Publish Secret Love Letters comment     E-Mail     Print    
 
Viewed: 2922
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

ન્યુયોર્ક, 20 સપ્ટેમ્બર

અમેરીકાના રાજકીય ઈતિહાસમાં મોટો બખેડો ઊભો કરનાર મોનિકા લેવેન્સ્કી એકવાર ફરીથી ચર્ચાના ચકડોળે છે. મોનિકાએ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને લખેલા તેના પ્રેમપત્રોને જાહેર કરવાની સાથે એમની સાથેના પ્રેમસંબંધોના ખુલાસાને પુસ્તક રૂપે પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો છે.

વ્હાઈટ હાઉસમાં સૌથી પસંદગીની ઈંટર્ન રહેલી મોનિકા પૂર્વ રાષ્ટ્રપતિ સાથે બદલો લેવા માગે છે. કારણ કે તેનું માનવું છે કે તે સસ્તામાં છુટી ગયા છે. ન્યુયોર્ક પોસ્ટે રિપોર્ટ આપ્યો છે કે મોનિકાના મિત્રોના જણાવ્યાનુસાર તે 12 લાખ ડોલરમાં પૂર્વ રાષ્ટ્રપતિ સાથેના તેના પ્રેમ સંબંધો પ્રકાશિત કરશે.
આ પહેલા આપેલા ઈન્ટર્વ્યુમાં મોનિકાએ ક્યારેય ક્લિન્ટન વિશે કે તેમના સંબંધો વિશે વધારે નથી જણાવ્યું. પણ હવે તે દુનિયાને સચ્ચાઈ બતાવવા માગે છે. મોનિકાના એક નજીકના મિત્રએ આવી માહીતી આપી હતી.

39 વર્ષીય મોનિકાના મિત્રોના જણાવ્યાનુસાર પુસ્તકમાં તે એ પણ હકીકત આપશે જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ તેમની પત્ની હિલેરીને ‘ઠંડી માછલી’ કહેતા હતા અને તેમના ખતમ થઈ ગયેલા સેક્સ સંબંધો વિશે હસતા હતા. આ બધા પત્રોમાં ઘણા એવા પણ પત્રો છે જે તેણે લખ્યા છે પણ તેના પ્રેમીને આપ્યા નથી.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com