Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 07:05:22 AM IST
 

દહીં ખાવાથી હાઈ બીપીનું જોખમ ઘટે છે

Sep 20, 2012 Offbeat
 
Tags:   Curd BP Health Risk Study Blood pressure Meal Health & lifestyle Yoghurt comment     E-Mail     Print    
 
Viewed: 1398
Rate: 0
Rating:
Bookmark The Article

વૉશિંગ્ટન, તા. ૨૦

જે લોકો ઘણા લાંબા સમયથી ભોજનમાં દહીંનું સેવન કરતાં હોય તેમને હાઈ બ્લડપ્રેશર થવાનું જોખમ ઘટે છે તેવું એક અભ્યાસ પરથી જણાઈ આવ્યું છે. દરરોજ દહીં ખાવાથી સિસ્ટોલિક બ્લડપ્રેશરનું પ્રમાણ નીચું રહે છે અને તંદુરસ્તી જળવાઈ રહે છે, જો કે સંશોધકોએ એવી સલાહ આપી છે કે દહીં ખાવાની સાથોસાથ જો ઓછી કેલરી ધરાવતો આહાર ખાવામાં આવે તો આ ઉપાય વધારે અસરકારક પુરવાર થાય છે.

  • કેલેરી વધે તેવો આહાર નહીં લેવા સલાહ

   દહીમાંથી જો દરરોજ ૨ ટકા કેલેરી મેળવવામાં આવે તો પણ હાઈ બ્લડપ્રેશરને તે નિયંત્રણમાં રાખે છે. આવા દર્દીઓમાં હાઈ બ્લડપ્રેશર થવાનું જોખમ ૩૧ ટકા ઘટે છે.  અમેરિકાનાં હાઈ બ્લડપ્રેશર એસોસિયેશન સમક્ષ રજૂ કરવામાં આવેલા અભ્યાસમાં એવો નિર્દેશ કરવામાં આવ્યો હતો કે સિસ્ટોલિક બ્લડપ્રેશર એ વ્યક્તિ માટે વધુ જોખમી બની શકે છે, જે શરીરમાં ફરતાં લોહીનાં ઊંચાં પ્રમાણને દર્શાવે છે. હ્ય્દયના ધબકારા વખતે લોહી કેટલા જોરથી રક્તવાહિનીઓ સાથે અથડાય છે તેનું માપ તે દર્શાવે છે.

સંબંધિત સમાચાર પર ફેરવો એક નજર...
દહીં ખાવાથી શરીર પાતળું રહે છે અને વજન ઘટે છે
દહીં ખાવાથી વ્યક્તિનું શરીર પાતળું રહે છે અને મોટી ઉંમરે વજન પણ વધતું નથી તેવું એક અભ્યાસમાં સંશોધકોને જણાયું હતું, જો દરરોજ ભોજનની સાથે દહીં ખાવામાં આવે તો ...

પંચામૃતમાંનું એક અમૃત દહીં
બલ્ગેરિયાના લોકો બીજા દેશના લોકો કરતાં ખૂબ જ સ્વસ્થ, સુદૃઢ, સૌમ્ય અને દીર્ઘાયુષી છે. આનું મૂળ કારણ તેઓના દૈનિક આહારમાં દહીંનો છૂટથી ઉપયોગ ગણાવાય છે.

આ ઝાડ દહીં જમાવી આપવામાં કરે છે ખૂબ મદદ
માત્ર દૂધથી જ દહીં જમે એ વાતમાં હવે કોઈ દમ નથી રહ્યો. દહીં જમાવવાનારું એક ઝાડ પણ છે. માન્યામાં નથી આવતુંને આ વાત. પરંતુ આ ઝાડની છાલ જો દૂધમાં નાંખવા...

દહીં ખાવાથી હ્ય્દયરોગ સામે રક્ષણ મળે છે 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com