Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 07:47:23 PM IST
 

બેરીમોર ટૂંક સમયમાં બાળકને જન્મ આપશે

Sep 20, 2012 Entertainment > Hollywood
 
Tags:   Drew Berrymore Hollywood comment     E-Mail     Print    
 
Viewed: 637
Rate: 0
Rating:
Bookmark The Article

લંડન,

હોલિવૂડની ખૂબસુરત અભિનેત્રી બેરીમોર ટૂંક સમયમાં જ બાળકને જન્મ આપનાર છે. પોતાના પ્રથમ બાળકને લઈને બેરીમોર અને તેના પતિ દ્વારા ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે. હોલિવૂડના પરિવાર સાથે લાંબા સંબંધો માટે બેરીમોર જાણીતી રહી છે. પતિ વિલ કોપલમન સાથે તે ખૂબ જ ખુશ છે. તેનું કહેવું છે કે હોલિવૂડની ફિલ્મોમાં તે ઘણી લોકપ્રિયતા મેળવી ચૂકી છે. ૩૭ વર્ષીય હવે થોડાક સમય સુધી બ્રેક લેવા ઇચ્છુક છે.

અભિનેત્રી માતા બનવાને લઈને ખૂબ જ ઉત્સુક છે. બેરીમોરે કબૂલાત કરી છે કે બાળપણમાં તેની વધારે કાળજી લેવામાં આવી ન હતી. પરંપરાગત રીતે બાળપણમાં તે રહી ન હતી. તેના બાળક ઉપર તે કોઈપણ પ્રકારનું દબાણ લાવવા ઇચ્છુક નથી. અમેરિકન અભિનેત્રી, ફિલ્મ નિર્દેશક અને પટકથાકાર તેમજ મોડલ તરીકે બેરીમોર ખૂબ જ સફળ સાબિત થઈ ચૂકી છે. બેરીમોર ૧૧ મહિનાની હતી ત્યારે જ પ્રથમ વખત જાહેરાતમાં દેખાઈ હતી. તેની યાદગાર ફિલ્મોમાં ૫૦ ફસ્ટ ડેટ, પોઈઝન આઈવી અને ર્ચાિલસ એન્જલ્સનો સમાવેશ થાય છે.

 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com