Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 05:15:00 AM IST
 

ગુજરાતનું ગૌરવ :ગુજરાતી ફિલ્મ 'વીર હમીર' ઓસ્કારનાં શોર્ટલિસ્ટમાં

Sep 20, 2012 National
 
Tags:   Oskar Gujrati Film comment     E-Mail     Print    
 
Viewed: 4978
Rate: 4.7
Rating:
Bookmark The Article

મુંબઈ, તા. ૨૦

બોલિવૂડની કહાની, પાનસિંહ, બરફીનો પણ સમાવેશ

બોલિવૂડમાં ધૂમ મચાવનાર ફિલ્મો કહાની, પાનસિંહ તોમર અને બરફીની સાથે ગુજરાતી ફિલ્મ 'વીર હમીરજી -સોમનાથની સખાતે'નો સમગ્ર વિશ્વમાં પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડ્સ માટેની શોર્ટલિસ્ટ કરાયેલી યાદીમાં સમાવેશ કરાયો છે. માત્ર હોલિવૂડ જ નહીં સમગ્ર વિશ્વના ફિલ્મ નિર્માતાઓમાં ઓસ્કાર એવોર્ડ વિશેષ મહત્ત્વ ધરાવે છે. ભારતીય સિનેમામાં પણ ઓસ્કારનું વિશેષ મહત્ત્વ છે. ભારતીય સિનેમાની વર્ષની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી કેટલીક ફિલ્મોને ઓસ્કાર એવોર્ડની શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મોની કેટેગરીમાં મોકલવામાં આવે છે.

આ વર્ષે ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવેલી ૧૭ ફિલ્મોમાંથી ૧૧ બોલિવૂડની છે. આ ફિલ્મો ભારતીય સિનેમામાં બોલિવૂડનું પ્રભુત્વ દર્શાવે છે. એફએફઓઆઈ દ્વારા પસંદ કરાયેલ ફિલ્મોમાં પાનસિંહ તોમર, બરફી, કહાની, ધ ડર્ટી પિક્ચર, હીરોઈન, ગેંગ્સ ઓફ વાસેપુર-ભાગ ૧ અને ૨નો સમાવેશ થાય છે, જોકે, આ ફિલ્મોએ અન્ય છ ભાષાની ફિલ્મો સાથે તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડશે, જેમાં એસ. એસ. રાજામૌલિની 'એગા' તેમને જબરજસ્ત સ્પર્ધા પૂરી પાડી શકે છે. આ ફિલ્મ માત્ર ટોલિવૂડ જ નહીં વૈશ્વિક સ્તરે પણ ખૂબ જ સફળ રહી છે. આ ૧૭ ફિલ્મોમાંથી ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા ઓસ્કાર માટે એક ભારતીય ફિલ્મ મોકલશે. ઓસ્કાર એન્ટ્રીની પસંદગી માટે હૈદરબાદમાં ૧૮મીથી ૨૬મી સપ્ટેમ્બર સુધી કામગીરી ચાલશે.

 
શોર્ટલિસ્ટ કરાયેલી ફિલ્મોની યાદી

1.     એગા(તેલુગુ), ૨. ૭ એએમ અરિવુ(તમિલ), ૩. વઝાક્કુ એન ૧૮/૯(તમિલ), ૪. અકાસાથિંતે નિરમ(મલયાલમ), ૫. વીર હમીરજી-સોમનાથની સખાતે(ગુજરાતી) ૬. હીરોઈન(હિન્દી) ૭. પાનસિંહ તોમર, ૮. કહાની, ૯. બરફી, ૧૦. ગેંગ્સ ઓફ વાસેપુર-૧ અને ૨, ૧૧. અર્જુન-ધ વોરિયર પ્રિન્સ, ૧૨. ગટ્ટુ(હિન્દી), ૧૩. જલપરી, ૧૪. ધ ડર્ટી પિક્ચર, ૧૫. ફેરારી કી સવારી, ૧૬. દેઓલ(મરાઠી), ૧૭. એન્હેં ઘોરે દા દાન(પંજાબી).

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com