Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 05:07:08 AM IST
 

ગેરકાયદે બાંધકામો નિયમિત કરવામાં અખાડા સામે રિટ

Sep 21, 2012 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 1039
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા. ૨૦

રાજયમાં ગેરકાયદેસર બાંધકામોને નિયમીત કરવા માટે રાજય સરકાર દ્વારા બનાવવામાં આવેલા સ્પેશીયલ એકટને અનુસરી ને ઝડપથી કાર્યવાહી નહી કરતા તંત્ર સામે જાહેરહીતની રીટ થઇ છે.

  • ૧થી ઓછી એફએસઆઇ ધરાવતા બાંધકામોને નિયમિત કરવા માટે કરેલી જોગવાઇઓનું પાલન થતું નથી

આ કેસની વિગત એવી છેકે જગદિશભાઇ પટેલે હાઇકોર્ટ સમક્ષ કરેલી રીટમાં એવી રજુઆત કરી છેકે અમદાવાદ મહાનગર પાલીકા તેમજ ગૃડા (ગાંધીનગર વિકાસ સત્તામંડળ) દ્વારા ગેરકાયદેસર બાંધકામોને નિયમીત કરવામાં નિષ્ક્રીયતા દાખવવામાં આવી રહી છે. રાજય સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા કાયદામાં એવી સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવી છેકે ૧ એફએસઆઇ કે તેથી ઓછી એફએસઆઇ ધરાવતા બાંધકામોને જો રાજય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલા વિસ્તારમાં ન આવતા હોય તો તેવા સંજોગોમાં આ બાંધકામોને નિયમીત કરી દેવા. જોકે તેમ છતાં તંત્ર આવી અરજીઓનો પણ ઝડપથી કે સત્વરે નિકાલ કરતી નથી. રાજય સરકારના ગેરકાયદેસર બાંધકામો નિયમીત કરવા અંગેના કાયદાની જોગવાઇથી આ વિપરીત કામગીરી છે. રાજય સરકારના આ કાયદાનું પાલન કરવા તેઓ બંધાયેલા છે. જોકે તેમ છતાં ગેરકાયદેસર બાંધકામો નિયમીત કરવામાં તંત્ર અખાડા કરી રહ્યું છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com