વડોદરા,તા.૨૦
કેન્દ્ર સરકારે મલ્ટી બ્રાન્ડ રિટેઇલને આપેલી મંજૂરીના વિરોધમાં આજે અપાયેલા ભાજપ દ્વારા અપાયેલા રાષ્ટી્રય બંધને પ્રજાએ સજ્જડ પ્રતિસાદ આપીને કોંગ્રેસના વડપણ હેઠળની યુપીએ સરકારના પતનનું કાઉન્ટ ડાઉન શરૂ કરી દીધું છે.આજે જનતાએ કેન્દ્ર સરકાર વિરૂધ્ધ તેમનો રોષ પ્રર્દિશત કર્યો છે. કેન્દ્રની લઘુમતી સરકારે કોલ ગેટમાંથી પ્રજાનું ધ્યાન બીજે દોરાય તે માટે આર્થિક સુધારણાના નામે જાહેરાત કરી હોવાનું ભાજપના રાષ્ટી્રય પ્રવક્તા નિર્મલા સીતારામે જણાવ્યું હતું.
- ભાજપના રાષ્ટી્રય પ્રવક્તાના મતે પ્રજાએ સંદેશો આપ્યો છે કે,' કોંગ્રેસ ઇઝ નો મોર'
આજે બંધના એલાનના સંદર્ભમાં વડોદરા આવેલા નિર્મલા સીતારામે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, છેલ્લા આઠ વર્ષથી કેન્દ્ર સરકાર આર્થિક સુધારણાના જે પગલાં લે છે તે અધૂરા અને પૂરી તાકાત વિનાના હોય છે. સરકાર પોતાના સાથી પક્ષોને પણ આ પગલાંથી માહિતગાર કરતી ન હોવાથી પાછળથી પારોઠના પગલાં લેવાની ફરજ પડે છે.અણુ સંધિ પછી એક પણ વિષયમાં કેન્દ્ર સરકારની સ્પષ્ટ નીતિ જોવા મળી નથી.
મોંઘવારીના મુદ્દે તો સંસદના દરેક સત્રમાં ચર્ચા થઇ છે.
વરસાદ સારો થયો હોઇ ભાવ ઘટશે તેવું સામાન્ય પ્રજા જે મંતવ્ય રજૂ કરે તેવી અટકળો દેશના નાણાંમંત્રી મોંઘવારીના મુદ્દે કરે છે.ભાવોને નિયંત્રણમાં લાવવા માટે નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સમિતિ સહિતની ત્રણ કેન્દ્રિય સમિતિઓના અહેવાલનો કેન્દ્ર સરકારે અમલ કર્યો નથી.સરકાર પાસે આ અહેવાલોનો અમલ કરવા માટે મનોબળ નથી.અનાજના ભરેલા ગોદામોના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટની વારંવાર ટીકા પણ સરકારને સાંભળવી પડી છે.કોંગ્રેસ ઇઝ નો મોર નો સ્પષ્ટ સંદેશો પ્રજાએ આજે આપી દીધો છે.
ભાજપ આર્થિક સુધારણાનો વિરોધ કરતી નથી પણ દેશની સ્થિતિ જોઇને આ વિરોધ કરે છે.સરકારે નાના વેપારીઓ માટે ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન કરવું જરૂરી હતું.ગુજરાતમાં જે રીતે ૨૪ કલાક ખેતી માટે વીજળી મળે છે તેવી સુવિધા ખેડૂતોને આપી હોત અને એફડીઆઇનો નિર્ણય લીધો હોત તો કાંઇ વાંધો ન હતો.એફડીઆઇના પગલે નાના વેપારીઓના ધંધા બંધ થઇ જશે.
ભાજપ ચૂંટણી વખતે પીએમ પદના ઉમેદવાર અંગે સ્થિતિ સ્પષ્ટ કરશે
આગામી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર નરેન્દ્ર મોદી છે કે કેમ ? તેવા પ્રશ્નના ઉત્તરમાં ભાજપના રાષ્ટી્રય પ્રવક્તાએ જણાવ્યું હતું કે,આ બાબત લોકસભાની ચૂંટણી વખતે પક્ષ દ્વારા નક્કી થશે.ભાજપના વડાપ્રધાનના કોણ ઉમેદવાર છે તે હાલમાં કહેવું કવેળાનું છે.
પ્રજાએ સજ્જડ બંધ પાળતા કેન્દ્ર સરકારના પતનનું કાઉન્ટ ડાઉન શરૂ