Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 01:38:12 PM IST
 

બંધની અસર શાળા કોલેજોમાં ચકલા ઊડયાં

Sep 21, 2012 Baroda > Baroda City
 
Tags:   Local news comment     E-Mail     Print    
 
Viewed: 331
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા,તા.૨૦

ભારત બંધના એલાનમાં આજે વડોદરા પણ જોડાયું હતું અને સજ્જડ બંધ પાડીને મોંઘવારી, ગેસના બોટલનું રેશનિંગ અને એફડીઆઇ બાબતે આક્રોષ વ્યક્ત કર્યો હતો. શાળા, કોલેજોએ ભલે ગઇકાલે બંધની સત્તાવાર જાહેરાત કરી ન હતી પરંતુ વિદ્યાર્થીઓ જ આજે શાળા કોલેજોમાં ગયા નહીં હોવાથી કેમ્પસોમાં ચકલા ઊડતાં નજરે પડતા હતા.

બીજી તરફ એસ.ટી.ડેપોમાં પણ મુસાફરોની સંખ્યામાં જબરજસ્ત ઘટાડાને પગલે ખાલીખમ માહોલ જણાતો હતો.શહેરી બસ સેવા વિટકોસે પણ આજે બંધના કારણે સેવા બંધ રાખી હતી શહેરમાં આવેલી સરકારી અને ખાનગી શાળા કોલેજો દ્વારા અધિકારિક રીતે બંધની જાહેરાત કરાઇ ન હતી તેમ છતાં પણ વિદ્યાર્થીઓએ આજે સ્વયંભૂ રીતે જ બંધમાં જોડાયા હોય તેમ શાળા કોલેજોમાં હાજરી નહીં આપતા શિક્ષણકાર્ય બંધ રહ્યું હતું કેટલીક ખાનગી શાળાઓએ તો બંધના દિવસે પણ શાળા ચાલુ હોવાનું વાલીઓને સૂચન કર્યુ હતું પરંતુ આજે સ્કૂલ બસ, સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાઓ જ ઉપલબ્ધ નહીં હોવાથી સંચાલકોની સૂચના છતાં શાળા ખાલીખમ રહી હતી. તો બીજી તરફ એસ.ટી.ડેપોમાં પણ બંધની અસર વર્તાઇ હતી. એસ.ટી.ના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે આજે રોજિંદી ભીડમાં ૬૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તમામ રૂટ ચાલુ રખાયા હતા પરંતુ બસોમાં ભીડ જણાતી ન હતી.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com