Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 06:11:39 PM IST
 

વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાન વધ્યું

Sep 21, 2012 Baroda > Baroda City
 
Tags:   Local news comment     E-Mail     Print    
 
Viewed: 291
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા :

આજે દિવસભર વાદળછાયા માહોલ વચ્ચે તાપમાનમાં વધારો થયો હતો જેના કારણે બફારામાં પણ વધારો થયો હતો. પ્રકૃતિ તેના ટાઇમ ટેબલ મુજબ કામ કરે છે.

ભાદરવાના પ્રારંભ સાથે જ હવામાને પણ ફેરફારો ચાલુ કરી દીધા છે. છેલ્લા ૪ દિવસથી ચોમાસુ વિદાયના મૂડમાં હોય તેવો માહોલ જોવા-અનુભવવા મળી રહ્યો છે. આજે આકાશે વાદળોની હાજરી જરૂર હતી પરંતુ છૂટા છવાયા હોવાના કારણે ધૂપછાવ જોવા મળતું હતું. આકાશે સૂર્યનારાયણ વાદળોથી ઢંકાયેલા રહ્યાં હોવા છતાં આજે તાપમાનમા એક ડિગ્રી જેટલો વધારો થયો.

ભેજનું પ્રમાણ પણ આજે ૬૦ ટકાથી ઉપર રહ્યું હોવાથી બફારો અનુભવાતો હતો. જો કે સાંજે ઠંડા પવનની લહેરખીઓએ વાતાવરણ સાનુકુળ બનાવી દીધું હતું.

આજે શહેરમાં મહત્તમ તાપમાન ૩૩.૫ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૫.૨ ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ ૬૨ ટકા અને હવાનું દબાણ ૧૦૫.૮ મિલિબાર રહ્યું હતું.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com