રાજકોટ,તા.ર૦
અમરેલીના લાઠી રોડ ઉપર આવેલી વૃંદાવનપાર્ક સોસાયટીમાં રહેણાંક મકાનમાં તિનપતીનો જૂગાર રમતા નવ શખસોને અમરેલી એલસીબી પોલીસે પકડી લઈ રૂ. ૧.ર૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
- રૂ.૧.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત
અમરેલી એલસીબી પી.આઈ. આર.બી. દેવધા સહિતના સ્ટાફે બાતમીના આધારે શહેરના લાઠી રોડ ઉપર આવેલી વૃંદાવનપાર્ક સોસાયટીમાં રહેણાંક મકાનમાં રેડ પાડી તિનપતીનો જૂગાર રમતા જીગર છગન મકવાણા કોળી, મિતેષ અરૂણ વિસાણી, હિરેન જોગલ પંડયા, અતુલ શંભુ વાજા, અજય નાનુ ભીમજી, દીપક મધુ વસાણી, જીતેન્દ્ર કંચન જયસ્વાલ, રવિ ગોવિંદ કુકરેજા, મેહુલ હરીસીંગ જનવાર નામના નવ શખ્સોને ઝડપી લીધા હતા.
સ્થળ પરથી રૂ. ૧ર૧૪૦ રોકડા, ૭ મોબાઈલ તેમજ ત્રણ બાઈક સહિતનો કુલ રૂ. ૧.ર૦ લાખનો મુદામાલ પણ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.