Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 02:08:54 PM IST
 

માધ્યમિક,ઉચ્ચત્તર શાળામાં ૮૬ વર્ગ વધારાની દરખાસ્તને મંજૂરી

Sep 21, 2012 Gujarat > Bhavnagar
 
comment     E-Mail     Print    
 
Viewed: 131
Rate: 0
Rating:
Bookmark The Article

 ભાવનગરતા.૨૦

ગુજરાત વિધાનસભાની યોજાનારી ચૂંટણીને ધ્યાનમા લઈને મહત્તમ રાજકિય લાભ ખાટવા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ નિર્ણયો લેવામા આવી રહ્યા છે. દરમિયાન ભાવનગર શહેર અને જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચત્તર શાળામા ૮૬ વર્ગ વધારાની દરખાસ્તને સ્કૂલ ઓફ કમિશનર દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે. નોંધનીય છે કે, ભાવનગર ડીઈઓ ઓફિસ દ્વારા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ૧૪૫ જેટલા વર્ગ વધારવા માટેની સ્કૂલ ઓફ કમિશનરને દરખાસ્ત કરવામા આવી હતી.રજૂ થયેલી દરખાસ્તો પૈકીની ૮૬ વર્ગ વધારાની દરખાસ્તોને મંજૂરીની મહોર મારવામા આવી છે. નોંધનીય છેકે, 'વર્ગ વધારાની દરખાસ્તને બે મહિનામા મંજૂરીની મહોર લાગી જવાની વકી' અંગેનો લોકાભિમુખ દૈનિક' સંદેશે' પ્રસિધ્ધ કરેલા અહેવાલને સ્કૂલ ઓફ કમિશનરે મંજૂરી આપીને સમર્થન આપ્યુ છે. 

વધી રહેલા શિક્ષણના વ્યાપ વચ્ચે ભાવનગર શહેર અને જિલ્લાની ૧૪૫ જેટલી ગ્રાન્ટેડ સ્કૂલોએ વર્ગ વધારા અંગેની દરખાસ્ત જિલ્લા શિક્ષણાધિકારી ઓફિસને કરી હતી.ગ્રાન્ટેડ શાળાઓએ ધો-૯ થી ધો-૧૨માં વર્ગ વધારા અંગેની માંગણી સાથેની દરખાસ્ત રજૂ કરી હતી. આ દરખાસ્તના અનુસંધાને સ્થાનિક શિક્ષણ વિભાગની ટીમે ગ્રાન્ટેડ શાળાઓને કેટલા વર્ગ વધારાની જરૂરી છે..? તે સંદર્ભે તપાસ હાથ ધરી હતી. આ તપાસ પૂર્ણ થઈ ગયા બાદ ભલામણ સાથેનો રિપોર્ટ બનાવી ગાંધીનગર સ્થિત સ્કૂલ ઓફ કમિશનરમાં મોકલવામા આવ્યો હતો. સ્થાનિક શિક્ષણ વિભાગ દ્વારા મોકલાવેલા રિપોર્ટનો સ્કૂલ ઓફ કમિશનર અભ્યાસ કરીને વર્ગ વધારા અંગેની મંજૂરી આપવા અંગેનો નિર્ણય લેવામા આવતો હોય છે.દરમિયાન સ્કૂલ ઓફ કમિશનર દ્વારા ભાવનગર શહેર અને જિલ્લાની હાઈસ્કૂલમાં ધો-૧૧ પ્રથમમા ૧૯, ધો-૧૧ અને ધો-૧૨ એકમમા ૧૯ વર્ગ,ધો-૯મા ૧૮ વર્ગ,ધો-૧૦માં ૨૮ વર્ગ અને સરકારી શાળામા ૨ વર્ગ વધારા મળીને કુલ ૮૬ વર્ગ વધારાની દરખાસ્તને મંજૂરી મંજૂરી મહોર મારી દેવામા આવી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com