Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 11:24:45 AM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
Breaking News વડાપ્રધાન બપોરે 2 વાગે ઉત્તરાખંડની મુલાકાત લેશે
 

રૂ ૯૦.૩૦ લાખના ખર્ચે અલંગ GMB કચેરીને અપાશે મોર્ડન લૂક

Sep 21, 2012 Gujarat > Bhavnagar
 
comment     E-Mail     Print    
 
Viewed: 204
Rate: 0
Rating:
Bookmark The Article

ભાવનગર તા.ર૦

વિશ્વ વિખ્યાત અલંગ-સોસીયા શિપ બ્રેકીંગ યાર્ડમાં તાજેતરમાં તેજીના ધમધમાટ વચ્ચે દુનિયાભરમાંથી મોટા પ્રમાણમાં જહાજો ભંગાણાર્થે આવી રહ્યા છે. જેમા વર્ષ-ર૦૧૧/૧રમાં વર્ષાન્તે ૪૧પ જહાજની રેકોર્ડ બ્રેક આવક થવાની સાથે હાલ ૧૦૦થી વધુ પ્લોટમાં શિપ બ્રેકીંગની કામગીરી ચાલી રહી છે. અલંગના તેજીના માહોલને ધ્યાનમાં લઈ જીએમબી દ્વારા પણ વિવિધ વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા છે. જેમા અલંગ ખાતેની જીએમબી કચેરીને રૂ.૯૦.૩૦ લાખના ખર્ચે મોર્ડન લૂક આપવામાં આવશે.

  • જીએમબી દ્વારા ઓન લાઈન ટેન્ડર બહાર પાડવામાં આવ્યા
  • જીએમબી કચેરીની સાથે ફાયર સ્ટેશનને પણ અપગ્રડેશન કરાશે

અલંગ-સોસીયા શિપ બ્રેકીંગ યાર્ડ ખાતેની ગુજરાત મેરીટાઈમ બોર્ડ કચેરીને અપગ્રેડેશન કરવા છેલ્લા ઘણા વિચારણામાં હતુ. જે બાબતે જીએમબી દ્વારા અલંગ ખાતેની જીએમબીના એડમિનિસ્ટ્રેટીવ બિલ્ડીંગ, ફાયર સ્ટેશન સહિતની કચેરીઓમાં અપગ્રેડેશન કરી મોર્ડન લૂક આપવા ઓન લાઈન ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. જેમા જીએમબીની હયાત એડમિનિસ્ટ્રેટીવ બિલ્ડીંગમાં ફર્નિચર,પ્લાસ્ટર, ફલોરીંગ, એલીવેશન સહિતની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

જીએમબી દ્વારા એપગ્રેડેશનની કામગીરીમાં જીએમબી એડમિનિસ્ટ્રેટીવ બિલ્ડીંગ, ફાયર સ્ટેશન અને જીએમબી દ્વારા બનાવાયેલ પોલીસ ચોકી સહિતની કચેરીઓમાં નવિનિકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. જે કામગીરી દસમાં પૂર્ણ કરવામાં આવનાર છે. કામગીરી પૂર્ણ થયા બાદ અલંગ જીએમબી કચેરીમાં અલંગ નોટીફાઈડ એરીયા ઓફિસરની કચેરીનું સ્થળાંતર કરી જીએમબી દ્વારા બનાવાયેલી અલંગ પોલીસ ચોકી ખાતે ખેસડવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com