નવી દિલ્હી, તા. 22
નીચે આપેલી વિધિથી દરેક રાશિના જાતકોએ ગણપતિજીની પૂજા કરવી જોઈએ જેથી ગણેશજી સુખ, સમૃદ્ધિ અને વૈભવ આપે છે.
મેષ- આ રાશિના જાતકોએ ગણપતિના '
ગં' મંત્રની એક માળા કરીને જાપ કરવો અને ગોળનો ધરાવો ભોગ.
વૃષભ- આ રાશિના જાતકોએ ગણપતિજીને ઘી અને ખાંડ મેળવીને ભોગ લગાડવો તથા સાથે
'ગ્લં' મંત્રની એક માળા કરીને જાપ કરવો.
મિથુન- આ રાશિના જાતકોએ ગણપતિજીને મગના લાડુઓનો ભોગ ધરવો અને
'શ્રી ગણેશાય નમ:' મંત્રની એક માળા કરવી.
કર્ક- આ રાશિના લોકોએ ગણેશજીને સફેદ ફૂલોની માળા પહેરાવવી અને સફેદ ચંદનનું તિલક લગાડવું સાથે
'ઓમ વરદાય નમ: ' મંત્રની માળા કરવી.
સિંહ- આ રાશિના જાતકોએ ગણેશજીને લાલ રંગ અને લાલ પુષ્પ ચઢાવવા તથા
'ઓમ સુંમંગલાયે નમ : ' ની એક માળા કરીને જાપ કરવો.
કન્યા- આ રાશિના લોકોએ ગણેશજીને 21 દૂર્વા અર્પણ કરીને
'ઓમ વક્રતુંડાય નમ:' મંત્રની માળા કરીને જાપ કરવો જોઈએ.
તુલા- આ રાશિના લોકોએ ગણપતિને ગંગાજળથી સ્નાન કરાવવું. તેમજ
'ઓમ વક્રતુંડાય નમ:' મંત્રની માળા કરીને જાપ કરવો જોઈએ.
વૃશ્ચિક- આ રાશિના તમામ લોકોએ ગણેશજીને સિંદૂર અને લાલ પુષ્પ અર્પણ કરીને
'ઓમ નમો ભગવતે ગજાનનાય' મંત્રની એક માળા કરવી.
ધન- આ રાશિ ધરાવતા લોકોએ ગણેશજીને પીળા વસ્ત્રો તથા પીળા પુષ્પો ચઢાવીને બેસનના લાડુનો ભોગ ધરાવવો અને
'ઓમ ગં ગણપતે નમ: ' મંત્રની એક માળા કરવી.
મકર- આ રાશિના જાતકોએ ગણપતિને પાન, સોપારી, ઈલાયચી, લવિંગ ધરાવીને
'ઓમ ગૂં નમ:'મંત્રની એક માળા કરવી.
કુંભ- આ રાશિના તમામ જાતકોએ ગણેશજીને પંચામૃત તથા મગની ખીચડી ધરાવીને ગરીબોમાં વહેંચી દેવી અને
'ઓમ ગં રોગ મુક્ત્યે ફ્ટ' ની માળા કરવી જોઈએ.
મીન- આ રાશિના લોકોએ ગણેશજીને કેસર અને મધનો ભોગ ધરવો અને ગરીબોમાં વિતરણ કરી દેવો. તેમને
'ઓમ અંતરિક્ષાય સ્વાહા' મંત્રની એક માળાનો જાપ કરવો.
આ ન્યૂઝ પર પણ કરો નજર....
|
જાણો ગણપતિનું વાહન શા માટે બન્યો ઉંદર? |
| ગણેશ પુરાણમાં એવું પણ વર્ણન કરાયું છે કે દરેક યુગમાં ગણેશજીનું વાહન બદલાતું રહે છે. સતયુગમાં ગણેશજીનું વાહન સિંહ છે. ત્રેતા યુગમાં ગણેશજીનું વાહન મયુર છે .... |
|
ગણેશજીને પ્રસન્ન કરવાનો આ રહ્યો સરળ ઉપાય |
| હિન્દુ ધર્મશાસ્ત્રોમાં કહેવાયું છે તે મુજબ, પ્રથમ પૂજ્ય દેવતા શ્રી ગણેશ બુદ્ધિ, શ્રી એટલે કે સુખ-સમૃદ્ધ અને વિદ્યાના દાતા છે. ગણપતિની ઉપાસના અને સ્વરૂપ મંગળકારી માનવામાં આવે છે... |