Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 11:04:38 AM IST
 

FII મહેરબાન, માર્કેટ પહેલવાન

Sep 22, 2012 Business > Daily Trading Technicals
 
Tags:   FII Market Stock Up comment     E-Mail     Print    
 
Viewed: 568
Rate: 0
Rating:
Bookmark The Article

(બિઝનેસ ડેસ્ક)    અમદાવાદ, તા. ૨૨

મનમોહન સરકાર આર્થિક સુધારાના માર્ગે ઝડપથી કામે લાગી છે, તેની સીધી અસર વિદેશ સંસ્થાકીય રોકાણકારો એટલે કે, એફઆઇઆઇના મૂળ ઉપર જોઇ શકાય છે. એફઆઇઆઇ છેલ્લા કેટલાક મહિનાથી ભારતીય શેરબજારને લઈ ઉદાસીન જણાતી હતી, તે હવે બમણા જોરથી એક્ટિવ થઇ છે. ડીઝલના ભાવવધારાથી નવા આર્થિક એજન્ડાના શ્રીગણેશ થયા ત્યારપછીથી કામકાજના અત્યાર સુધીના પાંચ દિવસમાં એફઆઇઆઇએ રૂ.૮,૫૯૦ કરોડ બજારમાં ઠાલવ્યા છે. બાય ધ વે, ૨૧ સપ્ટેમ્બર સુધી કામકાજના કુલ ૧૪ દિવસમાં એફઆઇઆઇની નેટ લેવાલી રૂ.૧૧,૬૧૯ કરોડ છે. તે સંદર્ભમાં આ ફિગર લગભગ ૮૦ ટકા કહી શકાય. છેલ્લા પાંચ દિવસમાંથી ૪ દિવસ દરમિયાન એફઆઇઆઇ ફક્ત એકજ દિવસ નેટ સેલર હતી અને તે પણ આંકડો માત્ર રૂ.૨,૧૦ કરોડ હતો.

બાકીના ૪ દિવસ દરમિયાન તેની ચોખ્ખી ખરીદી ફોર ફિગરમાં રહી છે. ચાલુ મહિને અત્યાર સુધીના ગાળામાં એફઆઇઆઇનું ચોખ્ખું રોકાણ ડોલરની રીતે ૨ અબજ ડોલરને પણ આંબી ગયું છે. મોજુદા ટ્રેન્ડ જોતા, ચાલુ મહિને કામકાજના હજી પાંચ દિવસ બાકી છે અને સરકાર આર્થિક સુધારાના માર્ગે તેજ રફ્તારમાં આગળ વધી રહી છે, આથી સપ્ટેમ્બર મહિનો એફઆઇઆઇની રૂ.૧૬,૦૦૦ કરોડની આસપાસની નેટ લેવાલી સાથે પૂરો થાય તો નવાઇ નહીં, મતલબ કે, ૩ અબજ ડોલરનું નેટ ઇન્વેસ્ટમેન્ટ પાકું માની લેજો. યોગાનુંયોગ એફઆઇઆઇની અત્યાર સુધીની ખરીદીનો આંકડો ફેબ્રુઆરી પછીની સૌથી મોટી લેવાલી છે. છેલ્લે ફેબ્રુઆરીમાં તેમણે રૂ.૨૫,૨૧૭ કરોડનું શેરબજારમાં નેટ બાઇંગ કર્યું હતું.

 
FIIની ચોખ્ખી ખરીદી
૧૪ સપ્ટે.           ૨૮૫૭
૧૭ સપ્ટે.           ૨૩૧૪
૧૮ સપ્ટે.           ૧૦૯૧
૨૦ સપ્ટે.           -૨.૧૦
૨૧ સપ્ટે.           ૨૩૨૮
(આંકડા રૂ. કરોડમાં)
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com